આ લોકડાઉનને પગલે દેશની ઇકોનોમીને સૌથી મોટુ નુક્સાન જઈ રહ્યું છે. આ વચ્ચે નિર્મલા સીતારમને કોરોનાને રોકવા માટે 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. કોરાના મહામારીને પગલે સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરાઈ છે. હાલમાં અનુરાગ ઠાકુર અને નાણામંત્રી નિર્મલા સીતારમન પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે.
લોકડાઉન બાદથી સરકાર ગરીબો માટે કામગીરી કરી રહી છે. કોરોના પ્રભાવિતો માટે 50 લાખના વીમાની પણ જાહેરાત કરાઈ છે. પીએમ ગરીબ કલ્યાણ યોજનાથી ગરીબોને લાભ થશે.
દેશના સ્વાસ્થય કર્મીઓ માટે 50 લાખના વીમાની સરકારે જાહેરાત કરી છે. નિર્મલા સીતારમને કહ્યું છે કે ગરીબો સુધી મદદ પહોંચાડવી એ જરૂરી છે. ગરીબોને ભોજન અને નાણાં બંનેની મદદ મળી રહેશે.
ગરીબોને ભોજન અને નાણાં બંનેની મદદ મળી રહેશે. સફેદ કપડાંમાં ભગવાન છે સ્વાસ્થ્ય કર્મીઓ.
– કેન્દ્ર સરકાર દ્વારા 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત
– કોરોના પ્રભાવિતો માટે 50 લાખના વીમાની પણ જાહેરાત કરાઈ
– ફરજ પર હાજર 20 લાખ સ્વાસ્થ્યકર્મીઓ માટે 50 લાખનો વીમો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો એપ્રિલ મહિનાના હપ્તામાં વધારાના 2000 રૂપિયા તેમના ખાતામાં જમા કરવાનો નિર્ણય કરાયો છે.
– 8 કરોડ ખેડૂતોને ફાયદો થશે. જન-ધન ખાતાથી પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે.
– 20 લાખ કર્મચારીઓને 50 લાખનો વીમો, તેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી 20 લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.