દુનિયાભરની આશરે 20 ટકા વસ્તી લોકડાઉન છે. ઘરોમાં કેદ છે. માર્કેટ બંધ છે. સરકારી ઑફિસો પર તાળા લાગી ગયાં છે. પરિવહનના સાધનો રોકી દેવામાં આવ્યા છે. લોકો ઘરોમાં ભરાઇ ગયા છે. ત્યાં જ્યાંથી કોરોના વાયરસ ફેલાવાનો શરૂ થયો હતો, હવે તે રાજ્ય સામાન્ય થઇ રહ્યું છે. ચીનમાં હવે જીવન સામાન્ય બની રહ્યું છે. હુવેઇ પ્રાંતમાં લોકો બહાર નીકળી રહ્યાં છે.
ચીનમાં લોકો હવે કામ પર જવા લાગ્યા છે. દુનિયાભરના લોકો કોરોના ના કારણે લોકડાઉન થયા બાદ ચીન હવે બે મહિના બાદ સામાન્ય થવા લાગ્યું છે. લોકો ઘરોની બહાર આવીને રસ્તા, બજાર,
મોલ્સ હોસ્પિટલ વગેર જગ્યાઓએ જઇ રહ્યાં છે. હુવેઇમાં પરિવહન પર લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યાં છે. તેનાથી ત્યાંની વસ્તીને ખૂબ જ રાહત મળી છે. લોકો હવે ટ્રેનો અને બસોની ટિકિટ લઇને પોતાના સ્વજનો અને મિત્રોને મળવા જઇ રહ્યા છે.
Coronaના કહેર બાદ ચીન ફરી બેઠુ થયું
ઑફિસો ખુલી ગઇ છે. ફેક્ટરીઓ ખુલી ગઇ છે. લોકો માસ્ક, ઝિપર બેગ અને corona સામે લડવામાં મદદ કરતી વસ્તુઓ બનાવવામાં લાગી ગયાં છે. લોકો બહાર નીકળીને ખુલી હવામાં શ્વાસ લેવા માટે રસ્તા પર આવી રહ્યાં છે. ચીનમાં મંગળવારે કુલ 47 coronaના કેસ સામે આવ્યાં. આ તે લોકો છે જે ક્યાંક ફસાયેલા હતાં અને હવે પોતાના દેશ પરત ફર્યા છે. ગત અઠવાડિયે આ સંખ્યા 78 હતી, જે હવે ઘટી ગઇ છે.
વુહાન શહેરમાં 8 એપ્રિલે લોકડાઉન હટાવી લેવામાં આવશે, આ સમયે ચીનની સરકાર coronaના તે કેસ પર ધ્યાન આપી રહી છે જે અન્ય દેશોમાંથી ચીનમાં પહોંચી રહ્યાં છે. કારણ કે હવે ચીનમાં સ્થાનિક સ્તર પર coronaના કેસ સામે નથી આવી રહ્યાં.રેસ્ટોરન્ટમાં હવે લોકો આવવાના શરૂ થઇ ગયાં છે. ઘણી રેસ્ટોરન્ટ તો એક ખરીદો એક ફ્રી મેળવોની ઑફર આપી રહી છે. લાઉડસ્પીકર પર બોલી રહ્યાં છે. જો કે હવે પૂરા ચીનમાં લોકો ચહેરા પરથી માસ્ક નથી હટાવી રહ્યાં.
જે લોકો પોતાના કામ પર પરત ફર્યા છે તેને સરકાર દ્વારા જણાવવામાં આવેલા corona સંબંધિત નિયમોનું હજુ પણ પાલન કરવુ પડી રહ્યું છે. જેથી ફરીથી આ સમસ્યા ન સર્જાય.ઑફસો, ફેક્ટરીયોમાં જતાં લોકોની દરરોજ 30 મિનિટ તપાસ થઇ રહી છે. તેમણે તમામ હેલ્થ કોડ્સ માનવા પડી રહ્યાં છે. તેમણે તે જણાવવુ પડી રહ્યું છે કે તે હાઇ રિસ્ક ઝોનમાં ગત 14 દિવસોથી નથી ગયાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.