- રાજ્યમાં કોરોનાના કુલ 44 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી ત્રણના મોત થઈ ગયા છે. આ અંગે આ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું કે ચારેય કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. હવે જે પણ નવા દર્દી આવશે તેઓને આજથી નવી કોવિડ હોસ્પિટલમાં રાખવામા આવશે.156 વેન્ટિલેટરનો ઓર્ડર આપી દીધો છે અને એ આવી જશે. WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ની ગાઈડલાઈન મુજબ કોરોના વાઇરસના આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે.અત્યારે
એકપણ દર્દીને વેન્ટીલેટરની જરૂર નથી. જ્યારેરાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જ્યાં જરૂર પડશે ત્યાં કાયદાનો ઉપયોગ કરવો પડશે.
જ્યાં છો ત્યાં જ રહો અને સુરક્ષિત છોઃ પોલીસ વડા
તેમજ પોલીસ વડાએલોકોને અપીલ કરતા કહ્યું કે, લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહો. કોઈ જગ્યાએ ભીડભાડ થાય ત્યાં અધિકારીઓ મુલાકાત લઈ ત્યાંના લોકો સાથે વાત કરીને કાર્યવાહી કરવા જણાવ્યું છે. પોલીસને વિનમ્રતા અને સાવચેતી સાથે ફરજ બજાવવા અપીલ કરું છું. એક શહેરમાંથીબીજા શહેરમાં જવા માંગે છે તેઓને અપીલ છે કે જ્યાં છો ત્યાં જ રહો અને સુરક્ષિત છો. જ્યાં જ્યાં હોમ ક્વોરોન્ટાઇન છે ત્યાં હવે પોલીસ પણ દિવસમાં ચેકિંગ કરશે કે ઘરમાં રહે છે કે નહીં અને જો ઘરની બહાર નીકળે તો કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપી છે. જાહેરનામા ભંગના 250 ગુના થયા છે અનેક્વોરોન્ટાઇન ભંગના 236 ગુના નોંધાયા છે.લોકડાઉનમાં લોકોને સમજાવીએ છીએ, જ્યાં લોકો નહીં સમજે ત્યાં કાયદાનો ઉપયોગ કરવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.