કોરોના વાયરસના કહેર વચ્ચે દેશના રાજધાની દિલ્હીમાં પણ લોકો ઘરોમાં કેદ છે. તેવામાં દિલ્હી સરકારના મુખ્યમંત્રી કેજરીવાલે દાવો કર્યો છે કે, દિલ્હીમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે. સાથે સાથે પાંચ ડોક્ટરોની એક ટીમ કોરોનાની સારવારના પ્લાનિંગ માટે બનાવાઈ છે.
કેજરીવાલે દાવો કરતા કહ્યુ હતુ કે, દિલ્હી માં રોજ કોરોનાના 100 કેસ આવે તો પણ સરકારની આટલા લોકોની સારવાર કરવાની પૂરી તૈયારી છે. તેમણે કહ્યુ હતુ કે, પાંચ ડોક્ટરોની પ્લાનિંગ ટીમ શાનદાર કામ કરી રહી છે.હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, વેન્ટિલેડર, ડોક્ટરો અને નર્સોની સંખ્યા એમ તમામ બાબતોનુ ઝીણવટભર્યુ પ્લાનિંગ કરવામાંઆવ્યુ છે.
કેજરીવાલે કહ્યુ હતુ કે, આટલા પ્લાનિંગ પછી પણ આશા કરીએ છે કે, આ પ્રકારની સ્થિતિ ઉભી જ ના થાય અને લોકોને વહેલી તકે કોરોનાથી છુટકારો મળે.
તેમણે કહ્યુ હતુ કે, હાલમાં રોજ 20000 લોકોને ભોજન કરાવાઈ રહ્યુ છે.125 સ્કૂલોમાં લંચ અને ડિનરની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારે રોજના ચાર લાખ લોકોને જમાડવાનુ લક્ષ્ય નક્કી કર્યુ છે. ધારાસભ્યોને વ્યવસ્થા કરવા માટે સૂચના અપાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.