ચીન નહીં સુધરે, હલકી ગુણવત્તા વાળું કોરોનાના ટેસ્ટિંગ માટે ચીન પાસેથી લાખો કિટ ખરીદીને પસ્તાયુ સ્પેન

ચીનમાં બનેલી કેટલીક પ્રોડક્ટસની ગુણવત્તા કેટલી હલકી હોય છે તેનો ભારતીયોને સારી રીતે અનુભવ છે. સોશ્યલ મીડિયા પર પણ અવાર-નવાર તેને લઈને મજાકો થતી હોય છે.

હવે સ્પેનને પણ ચીનની પ્રોડક્ટસની હલકી ગુણવત્તાનો અનુભવ થયો છે.જોકે આ એક ગંભીર બાબત છે.કોરોનાના કહેરનો સામનો કરી રહેલા સ્પેને કોરોનાનો ટેસ્ટ કરવા માટે ઉતાવળમાં ચીન પાસેથી લાખો ટેસ્ટ કિટ તો ખીદી છે પણ આ કિટ કોરોના પોઝિટિવ દર્દીઓનુ નિદાન કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. જેના કારણે કોરોના પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહેલા ચીનને મોટો ફટકો વાગ્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનની ટેસ્ટ કિટથી 15 મિનિટમાં રિઝલ્ટ મળશે તેવો દાવો કરાતો હતો.જોકે સ્પેનના નિષ્ણાતોએ આ કિટનો યુઝ કરવા સામે ચેતવણી આપી છે. સ્પેને ચીન અને દક્ષિણ કોરિયા પાસેથી કુલ મળીને 6.40 લાખ કિટ ખરીદી છે.

આ રેપિડ કિટથી ઓછામાં ઓછા 80 દર્દીઓનો સાચો ટેસ્ટ આવવો જોઈએ.તેની જગ્યાએ આ કિટ માત્ર 30 દર્દીઓનુ સાચુ ટેસ્ટિંગ કરી રહી છે. હવે સ્પેને ચીનની કિટનો ઉપયોગ નહી કરવાનુ નક્કી કર્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.