સુરતઃ સેવા એજ સંકલ્પના સૂત્ર સાથે સુરતના એક એમ્બ્રોઈડરીના કારખાનેદારની પત્ની સુખ-દુઃખના પ્રસંગોમાં ઘુન વગાડી ભેગા થતા લોક ફંડમાંથી 7 વૃદ્ધોના ભરણ-પોષણની જવાબદારી ઉપાડી રહી છે. એટલું જ નહીં પણ હાલ કોરોના જેવી માહામારીના સંકટ વચ્ચે રોડ ઉપર ઉભા રહી લોક ડાઉનનું પાલન કરાવતા અને ફૂટપાર્થ ઉપર જીવન જીવતા નિરાધાર લોકોને લિંબુપાણી અને ઘરનો બનેલો ગરમ નાસ્તો આપી સેવાનું જીવતું ઉદાહરણ બની છે. રોજના 200 લીટર શરબત, 40 લીટર ઉકાળો, 15 કિલો સ્વાદિષ્ટ બટેકા પોંવા અને 15-20 લોકોની ટિફિનની તૈયારી કરતી સંગીતા ખૂટની આ માનવ સેવામાં આજે 25 જેટલા યુવક-યુવતીઓ
જોડાયને લોકોને આજે એક અનોખો સંદેશો આપી રહ્યા છે.
લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ
સંગીતાબેન ખૂટ (પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ)એ જણાવ્યું હતું કે, પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ 5 વર્ષ જૂની સંસ્થા છે. હાલ 20-25 યુવાન યુવતીઓ મારી સાથે જોડાયા છે. કોરોના વાઇરસ બાદ લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો જેને લઈ યુવા વર્ગ અમારી સાથે જોડાયો છે. સવારે 10થી સાંજના 6 સુધી સેવા કરી રહ્યા છીએ. રવિવારેજનતા કર્ફ્યુના રોજથી લિબુપાણી, આયુર્વેદિક ઉકાળો, ટિફિન અને નાસ્તો લોકડાઉનનું પાલન કરાવતા કર્મચારીઓ, પોલીસ, ટીઆરબી, પાલિકાના કર્મચારીઓ અને ફૂટપાથ પર રહેતા લોકોને આપ્યો છે.
કામરેજથી પાર્લે પોઇન્ટ સુધી સેવા
સંગીતાબેને વધુમાં જણાવ્યું હતું કે, 200 લીટર શરબત, 40 લીટર ઉકાળો, 15 કિલો બટેકા પોંવા અને 15-20 લોકોના ટિફિન પ્રતિ દિવસ આપતા આવ્યા છે. જ્યાં સુધી કોરોના વાઈરસની મહામારીમાંથી બહાર ન આવીએ ત્યાં સુધી આ સેવા ચાલુ રાખીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.