ભારતમાં 130 કરોડ લોકો ઘરમાં રહી સંક્રમણ સામે જંગ લડી રહ્યા છે. જોકે, કેટલાક લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, લોકડાઉન 21 દિવસનું જ કેમ આપ્યું?
દુનિયાભરમાં કોરોના વાયરસને ફેલવાથી રોકવા માટે તમામ ઉપાયોમાં સૌથી કારગર રીત લોકડાઉનને માનવામાં આવી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખતા પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે 12 વાગ્યાથી 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ લોકડાઉનને કરફ્યૂ માની ઘરમાં જ રહો. હાલમાં ભારતમાં 130 કરોડ લોકો ઘરમાં રહી સંક્રમણ સામે જંગ લડી રહ્યા છે. જોકે, કેટલાક લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, લોકડાઉન 21 દિવસનું જ કેમ આપ્યું?
લોકડાઉનમાં એપેડેમિક ડિઝિઝ એક્ટ હેઠળ પગલા ભરવામાં આવી રહ્યા છે
કોરોના વાયરસે ચીનમાંથી નીકળ્યા બાદ દુનિયાભરમાં તાબાહી મચાવી રાખી છે. હવે પૂરી દુનિયામાં 4, 88, 091 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. તેમાંથી 22, 058 લોકોના મોત થઈ ચુક્યા છે. ભારતમાં પણ અત્યાર સુધી 700થી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં 13 લોકોના મોત થયા છે. આ બધા વચ્ચે લોકોએ લોકડાઉનનો શબ્દ વારંવાર સાંભળ્યો છે. હવે લોકોને તેની જરૂરિયાત સમજમાં આવી ગઈ છે.
21 દિવસનું જ લોકડાઉન રાખવા પાછળ છે આ વૈજ્ઞાનિક કારણ
હવે સમજીએ કે લોકડાઉન 21 દિવસનું જ કેમ રાખવામાં આવ્યું. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. દુનિયાભરમાં કોરોના વાયરસ પર કરવામાં આવેલા શોધથી સ્પષ્ટ થયું છે કે, આ વાયરસનો ઈનક્યૂબેશન પિરીયડ 14 દિવસનો છે એટલે કે, સંક્રમિત વ્યક્તિમાં આ દરમિયાન લક્ષણ દેખાવાનું શરૂ થઈ જાય છે. જોકે, કેટલાક લોકોમાં આ ઝડપી પણ દેખાવા લાગે છે. રિયૂમાટોલોજિસ્ટ એન્ડ ઈમ્યૂનોલોજિસ્ટ ડો. સ્કંદ શુક્લએ કહ્યું કે, આ સમયગાળામાં લક્ષણ સામે આવ્યા પર સંક્રમિત વ્યક્તિને આઈસોલેટ કરી સારવાર શરૂ કરવામાં આવી શકે છે. ત્યારબાદ તેના સંપર્કમાં આવેલા લોકોની જાણકારી મેળવી તેમને ક્વોરન્ટાઈન કરી દેખરેખ હેઠળ રાખી શકાય છે. ત્યારબાદ પહેલાથી સંક્રમિત લોકો 14 દિવસમાં સ્વસ્થ્ય થઈ જશે. ચીનના વૈજ્ઞાનિક શોધમાં સામે આવ્યું છે કે, સંક્રમણમાંથી બહાર આવી ચુકેલો વ્યક્તિ આગામી 5-7 દિવસ સુધી અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે. સરકારે આ વૈજ્ઞાનિક તથ્યોને ધ્યાનમાં રાખી 21 દિવસનું લોકડાઉન રાખ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.