કોરોના વાઈરસ જેવી વૈશ્વિક મહામારી સામેના જંગમાં સહભાગી થવા માટે અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો તથા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સમિતિના સભ્યો પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપશે.
અત્યારે દેશમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે દેશવાસીઓને રોજેરોજ તેના વિશે સચોટ અને અધિકૃત માહિતી મળતી રહે તે માટે પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયાની કામગીરીમાં સુગમતા કરી આપવા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નિર્દેશ આપ્યાં છે. આ માટેના એક પરિપત્રમાં જણાવાયું છે કે, કોવિડ-19ને ધ્યાનમાં રાખીને દેશમાં લગાવેલા પ્રતિબંધોમાંથી પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા સેવાઓના તમામ ઓપરેટર, મધ્યવર્તી સંસ્થાઓ તથા એજન્સીઓને કામ કરવાની મંજૂરી, જરૂર પડ્યે સરળ સપ્લાય અને વિતરણ તંત્રને સુગમ બનાવવામાં પૂરતી મદદ કરવામાં આવે. મીડિયાની સેવા આપતા સ્ટાફ દ્વારા જ આ પ્રક્રિયા ચાલુ રખાય તે જરૂરી છે. તેમજ સર્વિસ પ્રોવાઈડરના અધિકૃત સ્ટાફને ગમેત્યાં જવા-આવવાની પણ મંજૂરી આપવી. તેની સાથે-સાથે મીડિયા કર્મીઓ, ડીએસએનજી અને અન્ય લોકો કે સાધનોને લઈ જનારા વાહનોને પણ કર્ફ્યુમાં છૂટ મળવી જોઈએ. તેમજ જરૂર પડ્યે ઈંધણ પણ ઉપલબ્ધ કરાવવું અને વીજ પૂરવઠો પણ ન ખોરવાય તેનો ખાસ ખ્યાલ રાખવો. આ કામગીરી સાથે સંકળાયેલા લોકોને કોઈ સમસ્યા નડે તો સંબંધિત સર્વિસ પ્રોવાઈડરને સ્થાનિક તંત્રનો સંપર્ક કરવાની ભલામણ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.