દેશમાં આગામી થોડા દિવસોમાં તહેવારની સીઝન શરૂ થવાની છે. ત્યારે આ પહેલા ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર સેલની ધમાકેદાર સીઝન શરૂ થઈ છે. જેની લોકો ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. આ દરમિયાન Amazon Indiaએ એક ચોંકાવનારો દાવો કર્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ Amazon Indiaએ દાવો કર્યો છે. આ વખતે સેલની સૌથી મોટી ઓપનિંગ થઈ છે. કંપનીએ દાવો કર્યો છે કે માત્ર 36 કલાકમાં 750 કરોડ રૂપિયાના સ્માર્ટફોન્સનું વેચાણ થયું છે. રિપોર્ટ પ્રમાણે Amazon Indiaએ કહ્યું કે 750 કરોડ રૂપિયાના જે સ્માર્ટફોન વેચાયા છે તે પ્રીમિયમ સેગ્મેન્ટના છે. એમેઝોન ઇન્ડિયા સિવાય ફ્લિપકાર્ટે પણ કહ્યું છે કે Big Billion Daysની શરૂઆત પહેલા કરતા આ વખતે શાનદાર થઈ છે. જોકે આ કંપનીઓને પહેલા દિવસે કુલ કેટલી કમાણી થઈ છે તે વિશે હાલ કોઈ માહિતી આપી નથી.
એક મીડિયા એજન્સીના જણાવ્યા મુજબ એમેઝોન ગ્લોબલના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ઇન્ડિયા હેડ અમિત અગ્રવાલે કહ્યું કે,‘આ વખતે એમેઝોન પ્રાઇમ માટે એક દિવસમાં સૌથી વધુ લોકોએ સાઇન અપ કર્યું છે અને કસ્ટમર એન્ડ રિટેલર પાર્ટિસિપેશન પણ શાનદાર રહ્યું છે. એમેઝોન ઇન્ડિયા માટે આ સૌથી મોટી ઓપનિંગ રહી છે.’ ઉપરાંત કંપનીએ કહ્યું કે 91 ટકા નવા કસ્ટમર્સ ટિયર 1 અને ટિયર 2 શહેરોના છે. આ કસ્ટમર્સ માટે ફેશન અને સ્માર્ટફોન્સ કેટેગરી ટોપ પર રહી છે. એટલે કે સૌથી વધુ લોકોએ આ કેટેગરીના પ્રોડક્ટસની ખરીદદારી કરી રહ્યા છે. સ્માર્ટફોનની વાત કરીએ તો શરૂઆતી દિવસમાં OnePlus, Samsung અને Appleના સ્માર્ટફોન વધુ વેંચાયા છે અને માત્ર 36 કલાકમાં કંપનીના પ્રીમિયમ સેગ્મેન્ટમાં સ્માર્ટફોન્સથી 750 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.