કોરોના ફેલાવનાર ચીન વિશ્વને માસ્ક વેચી કરોડો કમાય છે

ચીનમાં કોરોના વાઇરસની શરૂઆત થઇ હતી જે બાદમાં સમગ્ર વિશ્વમાં ફેલાઇ ગયો. આ વાઇરસનો કેર એટલો વધી ગયો કે કેટલાક દેશોમાં માસ્કની અછત ઉભી થઇ ગઇ, હવે ચીન તેનો લાભ લઇ રહ્યો છે અને કરોડો માસ્કની નિકાસ કરી વ્યાપાર કરવા લાગ્યું છે.

આ ઉપરાંત જે અમેરિકા ચીનની વસ્તુઓ લેવાની ના પાડી રહ્યંુ હતું તે હવે ચીનની દવાઓ લેવા માટે મજબુર થઇ ગયું છે કેમ કે અમેરિકામાં પણ વાઇરસના કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. માત્ર બે જ મહિનામાં ચીનમાં કોરોના વાઇરસના ઉત્પાદન માટે અનેક કંપનીઓ કુદી છે. આશરે નવ હજાર કંપનીઓ હવે માસ્કનું ઉત્પાદન કરવા લાગી છે.

ચીન સરકાર પણ તેનો લાભ લેવા લાગી છે અને મોટા પ્રમાણમાં હવે માસ્કની નિકાસ પણ કરવા લાગી છે. હાલ દુનિયાભરમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા લાખોમાં પહોંચી ગઇ છે તેથી ચીનમાં હાલ એવી પરિસ્થિતિ છે કે માસ્ક બનાવવાની મશીન નોટો છાપવાની મશીન બની ગઇ છે અને મોટા પ્રમાણમાં માસ્કનું ઉત્પાદન થવા લાગ્યું છે. જોકે તેનાથી અન્ય દેશોમાં રહેતા નાગરિકોને કોરોના વાઇરસની સુરક્ષામાં ફાયદો થવાની પણ એટલી જ શક્યતાઓ રહેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.