ઉત્તપ્રદેશ પોલીસે કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે કરાયેલા પ્રતિબંધક હુક્મોનો ભંગ કરતી ૧૧,૩૧૭ વ્યક્તિઓ સામે પ્રથમદર્શી ગુન્હા નોંધ્યા છે.
શહેરમાં લોકડાઉનના આદેશનો ભંગ કરી રહેલા આ તત્વો પાસેથી ૧.૯૨ કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો છે. આવા દંડાયેલા લોકોમાં ૯૩,૨૧૪ વાહન ચાલકોનો સમાવેશ થાય છે.
પોલીસે જિલ્લાઓમાં લોકડાઉનના આદેશનો કડક અમલ કરાવવાના ભાગરૂપે સોમવારથી અત્યાર સુધીમાં નિયમનો ભંગ કરનારી ૧૧,૩૧૭ વ્યક્તિઓ સામે ૩૭૧૦ પ્રથમ દર્શી ગુન્હા નોંધ્યા છે.
પોલીસ દ્વારા યોગ્યપણે કરાયેલા હુકમનો ભંગ કરવા બદલ ભારતીય દંડસંહિતાની કલમ-૧૮૮ હેઠળ આ ગુન્હા નોંધાયા છે.
આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ૩.૮૧ લાખ વાહનોને તપાસાયા હતા.
લોકડાઉનના ભંગ બદલ ૫૭૩૨ વ્યક્તિઓની અટકાયત કરાઇ છે. રાજ્યમાં આવશ્યક વસ્તુઓના વધારે ભાવ પડાવનારા વેપારીઓ સામે ૨૦ પ્રથમદર્શી ગુન્હા નોંધાયા છે.
આવા લોકોની સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા અંતર્ગત પણ પગલાં લઇ શકાશે. એ અંતર્ગત વ્યક્તિને મહિનાઓ સુધી જેલમાં રાખી શકાય છે, એમ અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ પત્રકારોને જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.