કોરોનાના ડર વચ્ચે 15 દિવસમાં લોકોએ બેન્કોમાંથી 53000 કરોડ ઉપાડ્યા

કોરોનાના ડરના કારણે લોકો બેંકમાં મુકેલા પૈસા ઉપાડવા માંડ્યા છે.

ભારતમાં બેંકોમાંથી છેલ્લા પંદરેક દિવસમાં 53000 કરોડ રુપિયા ઉપાડવામાં આવ્યા છે. આ આંકડો છેલ્લા 16 મહિનામાં સૌથી વધારે છે. રિઝર્વ બેન્કના કહેવા પ્રમાણે આટલી મોટી રકમ સામાન્ય રીતે તહેવારો કે ચૂંટણીઓ વખતે જ ઉપાડવામાં આવતી હોય છે.

જાણકારોનુ માનવુ છે કે, કોરોનાના કારણે ભલે ડિજિટલ લેવડ દેવડ વધી હોય પણ ઈમરજન્સીમાં લોકો રોકડ રકમ ઘરમાં હોય તેના પર વધારે વિશ્વાસ રાખતા હોય છે. લોકડાઉન દરમિયાન લોકોને એ વાતની ચિંતા હતી કે, બેન્કો અને એટીએમ સુધી પહોંચી શકાશે કે નહી. જેના કારણે જરુરતના સમયે લોકોએ બેન્કોમાંથી મોટી માત્રામાં રકમ ઉપાડી છે.

ભારતમાં હાલમાં 14 એપ્રિલ સુધી સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. જેના પગલે બેન્કોમાં પણ કામકાજ ઘટી ગયુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.