દિલ્હી અને યુપીની બોર્ડર પર લોકડાઉન સંપૂર્ણપણે પડી ભાંગ્યુ છે. દિલ્હીથી યુપીમાં પોતાના વતન જવા માટે પલાયન કરી રહેલા હજારો લોકોના ધસારાના કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ ગાયબ છે.
લોકડાઉનના કારણે રોજગાર ધંધા નહી હોવાથી ભૂખ્યા જ મરી જઈશું તેવા ડરથી લોકો પોતાના વતન તરફ શુક્રવારથી જ ચાલતા નીકળી પડ્યા બાદ અંધાધૂધીના દ્રશ્યો છે. ગભરાટના માર્યા લોકો કોઈ અપીલ સાંભળવા માટે તૈયાર નથી.
બીજી તરફ લોકડાઉન પહેલા આ બાબતને સરકારોએ ધ્યાનમાં લીધી જ નહી હોવાથી વતન તરફ જઈ રહેલા લોકોની હાલત ખરાબ છે. બીજી તરફ આ લોકોના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો ફેલાવો થવાનો ભય ઉભો થયો છે.
લોકોના પલાયનને જોતા હવે તંત્ર એક્શનમાં આવ્યુ છે. યુપી સરકારે યુપી-દિલ્હીની બોર્ડર પરથી લોકોને તેમના ઘરે પહોંચાડવા માટે 1000 બસો મુકવાની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.