આજે સવારે ગુજરાતમાં કોરોના વાયરસના 6 નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા, ત્યારે વડોદરામાં વધુ એક 66 વર્ષીય વૃદ્ધનો કોરોના પોઝિટિવ રીપોર્ટ સામે આવ્યો છે. અત્યારે આ વૃદ્ધ શહેરની ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તે સાથે ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 54 થઈ ગઈ છે.
મહેસાણામાં જિલ્લાનો પ્રથમ કેસ નોંધાયો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 7 કેસ નોંધાયા છે અને અને મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. જેથી રાજ્યમાં કોરોનાના કુલ 54 દર્દી નોંધાયા છે. જેમાં. વડોદરામાં 2, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 1 અને અમદાવાદમાં 3 જ્યારે હજુ 2 દર્દીના રીપોર્ટ આવવાના બાકી છે.
કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાને રાખી સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. જે બાદ આજે લૉકડાઉનનો ચોથો દિવસ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત પોઝિટીવ કેસની સંખ્યા 873ને પાર પહોંચી ગઈ છે. જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે.
લૉકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત મજૂરો, નાના કારીગરો અને વેપારી વર્ગ છે. મજૂરો માટે હાલ રોજગારી એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. ત્યારે આવા સમયે શહેરમાં લાખો લોકો દિવસેને દિવસે પોતાના વતન તરફ પાછા ફરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.