સુરતીઓ ચેતી જજો, હવે નહીં સુધરો તો હાલ થઈ જશે ખરાબ

કોરોના વાયરસ ના કારણે દેશભરમાં lockdown કરવામાં આવ્યું છે ત્યારે જો તમે બિનજરૂરી બહાર નીકળવાનું વિચારી રહ્યા છો તો ચેતી જજો કારણ કે રેપીડ એક્શન ફોર્સની ટીમ હાલ સુરત આવી પહોંચી છે અને લોકડાઉનનો ભંગ કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરી શકે છે.કોરોના વાયરસ ના કારણે દેશભરમાં lockdown કરવામાં આવ્યું છે ત્યારે જો તમે બિનજરૂરી બહાર નીકળવાનું વિચારી રહ્યા છો તો ચેતી જજો કારણ કે રેપીડ એક્શન ફોર્સની ટીમ હાલ સુરત આવી પહોંચી છે અને લોકડાઉનનો ભંગ કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરી શકે છે.

કોરોના વાયરસના કારણે દેશભરમાં હાહાકાર મચ્યો છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા lockdown જાહેર કરવામાં આવ્યું છે. lockdownનું અમલીકરણ કરાવવા હાલ પોલીસ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં લોકો બિનજરૂરી ઘરોની બહાર નીકળતા તેનો ચુસ્તપણે અમલ નથી થઈ રહ્યો. આખરે રાજ્ય સરકારના નિર્ણય બાદ સુરત પોલીસને રેપીડ એક્શન ફોર્સ ની એક કંપની ફાળવવામાં આવી છે. સુરત આવી પહોંચેલી રેપીડ એક્શન ફોર્સ દ્વારા સલાબતપુરા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.

આ ફ્લેગ માર્ચમાં રેપીડ એક્શન ફોર્સની મહિલાઓ જવાનો પણ શામેલ થઈ હતી. ફ્લેગ માર્ચમાં શહેર પોલીસના એસીપી, પીઆઇ તેમજ રેપીડ એક્શન ફોર્સના ઉચ્ચ અધિકારી જોડાયા હતા. પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરોમાં સુરક્ષિત રહે અને બિનજરૂરી રીતે બહાર ના નીકળે. આ ચેતવણી પછી પણ જો વગર કોઈ કારણ બહાર નીકળશે તો તેઓ સામે રેપીડ એક્શન ફોર્સ કડક હાથે કાર્યવાહી કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.