કોરોનાના લીધે ગુજરાતમાં હાલ 53 કેસ નોંધાયા છે અને ત્રણના મોત થઇ ચુક્યા છે. સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ 4331 હોમ ક્વોરેન્ટાઇનના કેસ નોંધાયા છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાના મુદ્દે ખુબદ ગંભીરતાથી કામગીરી કરવામાં આવી રહી છે. શંકાસ્પદ લોકોની હિસ્ટ્રી જાણી લીધા બાદ મનપા દ્વારા તરતજ એક્શન લેવામાં આવે છે. હાલ સમગ્ર રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, ગુજરાત માટે ખુશીની વાત છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી.
કોરોનાની પરિસ્થિત જો ગંભીર બને તે માટે પ્રશાસન દ્વારા પહેલાથીજ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોટક મહિંદ્રા બેંકમાં કોવિડ-19 નામથી એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યુ છે. જેનો એકાઉન્ટ નંબર 071483813 છે. અત્યાર સુધી 1.13 લાખ સહાય મળી છે. મદદ કરનારાઓ આ એકાઉંટનંબરમાં રોકડ કે ચેકથી મદદ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.