પ્રશાંત કિશોરે કોરોના વાઈરસને લઈને કેન્દ્ર સરકારને ઘેરી છે. કેન્દ્ર સરકારે આરોપ લગાવ્યો કે, લૉકડાઉનનો નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો છે અને લોકો માટે ઉપચાર અને દેખભાળની સુવિધાઓ નથી. કોવિડ-19 પ્રત્યે ભારતની પ્રતિક્રિયા સારી થવાની આવશ્યકતા છે.
જેડીયુના પૂર્વ નેતા પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું કે, અમારા તમામ આશાવાદ માટે કડવું સત્ય છે કે, કોવિડ-19 પ્રત્યે ભારતની પ્રતિક્રિયા સારી થવાની આવશ્યકતા છે
નહી કે માત્ર ઉતાવળમાં લૉકડાઉનને થોપી દેવું. એક કરોડ લોકો પર માત્ર 10ની તપાસ અને જરૂરિયાતમંદ લોકો માટે કોવિડ-19ના ઉપચાર અને સારસંભાળ માટે સુવિધાઓનું નહી હોવું. ભારત આનાથી વધારે સારાનું હકદાર છે.
પોતાના ટ્વીટમાં તેમણે લૉકડાઉન બાદ પ્રવાસીઓ દ્વારા વેઢવામાં આવી રહેલી હાલાકીઓ પર પ્રકાશ પાડતા અને તેમની દુર્દશને લઈને સરકાર પર પ્રહાર કર્યાં છે.
આ પહેલાં પણ તેમણે મોદી સરકારના લૉકડાઉનની ટીકા કરતા ટ્વીટ કર્યું હતું કે, શું 21 દિવસ લૉકડાઉન કરવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર છે જેનાથી કોરોના વિરુદ્ધ લડત જીતી શકાય? ટેસ્ટિંગ, આઈસોલેશન અને ચિકિત્સા વગર કોરોનાને કેવી રીતે રોકી શકાશે. તેમણે કહ્યું હતું કે, લૉકડાઉનથી લક્ષ્ય હાંસલ થશે કે નહી તે તો ખબર નથી પરંતુ તેને લઈને લોકોની જીંદગી અને રોજગારી જરૂરથી બર્બાદ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.