રોજ બોલિવૂડ સ્ટાર્સથી જોડાયેલી અલગ-અલગ ઘટનાઓ સાંભળવા મળતી હોય છે. . કેટલીક ઘટનાઓ સત્ય છે તો કેટલીક હેરાન કરી દે તેવી હોય છે. હાલમાં જ બિલાસપુરના બૈકુંઠપુર વિસ્તારમાં હેરાન કરે તેવી ઘટનાઓ સામે આવી. જેમા સાસરીપક્ષે કોર્ટમાં જણાવ્યું કે તેના મૃતક પુત્ર બસંતલાલની પત્ની રાની દેવીના લગ્ન ફિલ્મ સ્ટાર સલમાન ખાનની સાથે થઇ ચૂકી છે. તે તેની પત્ની છે. એટલું જ નહીં તેમણે આ વાતને સાચી સાબિત કરવા માટે તેના લગ્નની તસવીરો પણ કોર્ટમાં રજૂ કરી છે.
સાસરી પક્ષ વાળો તેમની વહૂની અભિનેતા સલમાન ખાનની સાથે લગ્નની ફોટો રજૂ કરતા કહ્યું કે તેમની પુત્ર વધૂથી હવે કોઇ લેવાદેવા નથી. જેથી તમેની વહૂને તેમના મૃતક પુત્રની નોકરી મળવી ન જોઇએ. આ કેસ વહૂ તેમજ સાસરી પક્ષની વચ્ચે એક નોકરીને લઇને ચાલી રહ્યો હતો. જેમા મૃતક બસંતલાલની મોત બાદ તેમની નોકરી તેમની પત્નીને આપવાની હતી. પરંતુ સાસરી પક્ષ વાળાને આ વાતથી સમંત ન હતા. જેથી તેમણે કોર્ટમાં તેમનની વહૂની લગ્નની ખોટી તસવીરો રજૂ કરી દીધી.
માહિતી મુજબ બૈંકુઠપુરના પંડોપારા કાલરીના રહેનારા બસંતલાલનો લગ્ન દેવરા ભૈયાથાન સૂરજપુરમાં રહેનારી રાની દેવીથી થયા હતા. બસંત કાલરી એસઇસીએલમાં કામ કરતા હતા. 25 જુલાઇ 2013ને બસંતે ઘરમાં પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ તેની પત્નીને સાસરી પક્ષના લોકોએ ઘરમાંથી નીકાળી દીધી હતી અને એટલું જ નહીં તેમની વહૂ અને મૃતક પુત્રની પત્નીને સ્વીકારથી પણ ઇન્કાર કરી દીધો હતો.
ખોટી હતી તસવીરો
જ્યારે રાનીના વકીલે કહ્યું કે તે તસવીરો એડિટ કરવામાં આવે છે. જેથી તેમને નોકરી ન મળે. કોર્ટે કહ્યું કે આ તસવીરો ખોટી છે. જેથી કેસનો નિર્ણય રાનીના પક્ષમાં આવ્યા છે. કોર્ટ દ્વારા સાસરી પક્ષને પુત્ર વધૂને દરેક અધિકાર આપવા માટે કહેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.