ચીનથી ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસ સામેની લડતમાં મદદ કરવા માટે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડીયા (બીસીસીઆઈ) પણ આગળ આવ્યું છે.
બીસીસીઆઈએ શનિવારે જાહેરાત કરી હતી કે વાયરસ સામેના ‘યુદ્ધ’માં તેના દ્વારા 51 કરોડ રૂપિયા આપવામાં આવશે.
વિશ્વભરમાં આ ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં 28 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોના સામેના યુદ્ધમાં સ્વૈચ્છિક રીતે આગળ આવે અને મદદ કરે.
બોર્ડ દ્વારા જારી
કરાયેલા નિવેદનમાં બીસીસીઆઈના પ્રમુખ સૌરભ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, બીસીસીઆઈના પદાધિકારીઓ અને સંલગ્ન રાજ્ય સંઘોએ શનિવારે PM-Cares Fundમાં 51 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે.
આ નિર્ણય દેશની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાને મજબૂત કરવા અને COVID -19 સામેની લડતમાં ફાળો આપવા માટે લેવામાં આવ્યો.
બીસીસીઆઈના વડા સૌરભ ગાંગુલીએ પણ આ અંગે માહિતી આપતાં ટ્વીટ કર્યું છે.તેણે આ પહેલા 50 લાખ રૂપિયાના ચોખા દાનમાં આપવાની જાહેરાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.