વૈશ્વિક મહામારી કોરોના હવે ભારતમાં પણ કાળ બનીને કેર વર્તાવી રહી છે. શનિવાર સાંજ સુધીમાં
કોરોનાથી જે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત સંયુક્ત રીતે મોખરે છે.
ગુજરાતમાં શનિવારે સાંજ સુધી કોરોનાના ૫૫ પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેમાંથી ચારના મૃત્યુ થયા છે જ્યારે હજુ ૫૧ વ્યક્તિ સારવાર હેઠળ છે. ગુજરાતમાં શનિવારે વધુ સાત કેસ નોધાયા હતા. ગુજરાતમાં નોંધાયેલા ૫૫માંથી સૌથી વધુ ૧૭ કેસ અમદાવાદમાં, ૯ વડોદરામાં, ૭-૭ ગાંધીનગર-રાજકોટમાં, ૫ સુરતમાં જ્યારે ૧-૧ મહેસાણા-કચ્છમાં નોંધાયા છે.
ગુજરાતમાં નોંધાયેલા ૫૫માંથી સૌથી વધુ ૧૭ કેસ અમદાવાદમાં, ૯ વડોદરામાં, ૭-૭ ગાંધીનગર-રાજકોટમાં, ૫ સુરતમાં જ્યારે ૧-૧ મહેસાણા-કચ્છમાં નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ ૧૯ માર્ચે નોંધાયો હતો. આમ, આજની સ્થિતિ પ્રમાણે દરરોજ સરેરાશ ૫થી વધુ નવા કેસ નોંધાઇ રહ્યા છે.
કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, ઉત્તર પ્રદેશ બાદ રાજસ્થાન સાથે ગુજરાત સંયુક્ત છઠ્ઠા સ્થાને છે. કેરળ, તામિલનાડુ, દિલ્હી, પંજાબ, જમ્મુ કાશ્મીર, બિહાર, હિમાચલ પ્રદેશમાં કોરોનાથી ૧-૧ના મોત થયા છે.
કયા રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ?
રાજ્ય કેસ સાજા થયા મૃત્યુ
મહારાષ્ટ્ર ૧૮૧ ૨૫ ૦૪
ગુજરાત ૫૫ — ૦૪
કર્ણાટક ૭૬ ૦૫ ૦૩
મધ્ય પ્રદેશ ૩૪ — ૦૨
કેરળ ૧૮૨ ૧૨ ૦૧
(*શનિવારે રાત્રે ૮ સુધીના આંકડા)
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.