કોરોનાના કારણે દેશવ્યાપી લોકડાઉન વચ્ચે પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓ સાથે કરી વાત

નવરાત્રીમાં ઉપવાસ કેવી રીતે કરો છો? દેશવાસીના સવાલનો પીએમ મોદીએ આપ્યો આવો જવાબ

મોદીની મોટાભાગની વાત કોરોના પર જ કેન્દ્રીત રહી હતી. આમ છતા દેશવાસીઓએ પીએમ મોદીને કેટલાક વ્યક્તિગત સવાલ પૂછવાનો મોકો ઝડપી લીધો હતો.

મહારાષ્ટ્રના રુડકીમાં રહેતા શશિ નામના વ્યક્તિએ ફિટનેસ અને નવરાત્રના ઉપવાસ સાથે જોડાયેલા સવાલ પૂછ્યા હતા. બધા જાણે છે કે, પીએમ મોદી નવરાત્રી દરમિયાન નવ દિવસ નકોરડા ઉપવાસ કરે છે.

જોકે પીએમ મોદીએ સીધો જવાબ તો નહોતો આપ્યો પણ જવાબમાં એટલુ કહ્યુ હતુ કે, આ મારી અને ભક્તિની તાકાત વચ્ચેનો વિષય છે.

લોકડાઉનમાં સમય પસાર કરવા અંગે મોદીએ કહ્યુ હતુ કે, આ પોતાની જાત સાથે સંવાદ કરવાનો સમય છે. તમે તમારી અંદર પ્રવેશ કરો.આ બહુ યોગ્ય સમય છે.

ફિટનેસ અંગે તેમણે કહ્યુ હતુ કે, જો ફિટનેસની વાત અહીંયા કરીશું તો વાત લંબાઈ જશે.જોકે હું સોશ્યલ મીડિયા પર ફિટનેસને લગતા વિડિયોઝ પોસ્ટ કરીશ. હું કોઈ યોગ ટ્રેનર નથી પણ યોગ નિયમિત રીતે કરુ છું અને તેનો ફાયદો મને થઈ રહ્યો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.