કોરોના સામેની લડતમાં દેશની સહાય કરવા માટે પીએમ કેર ફંડમાં લોકો દાનની સરવાણી વહાવી રહ્યા છે.
બોલીવૂડ સ્ટાર અક્ષય કુમારે આ ફંડમાં 25 કરોડ રુપિયા અને ફિલ્મ સ્ટાર વરુણ ધવને 30 લાખ રુપિયાનુ ડોનેશન આપ્યા બાદ બોલીવૂડના જાણીતા પ્રોડ્યુસર ભુષણ કુમારે અધધ..11 કરોડ રુપિયાનુ દાન આપવાની જાહેરાત કરી છે.
સાથે સાથે તેમણે મહારાષ્ટ્રના સીએમ રિલિફ ફંડમાં પણ 1 કરોડ રુપિયાનુ ડોનેશન આપ્યુ છે.
બોલીવૂડમાંથી કોમેડિયન કપિલ શર્માએ પણ 50 લાખ રુપિયા આપ્યા છે. જ્યારે સાઉથના ફિલ્મ સ્ટારો પણ પાછળ રહ્યા નતી.પ્રભાસે ચાર કરોડ, પવન ક્લ્યાણે બે કરોડ, ચિરંજીવીએ એક કરોડ, મહેશબાબૂએ એક કરોડ, રામ ચરણ તેજાએ 70 લાખનુ ડોનેશન આપ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.