શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના લોકોને કોરોનાવાયરસ રોગચાળો સામે લડવા માટે પીએમ કેર ફંડ (PM Care Fund)માં સ્વૈચ્છિક રીતે દાન આપવા હાકલ કરી હતી.
પીએમ મોદીના આ આહવાન પછી દેશભરના લોકો તેમની સક્ષમતાના આધારે આ ભંડોળમાં દાન આપી રહ્યા છે. હવે રેલવે મંત્રી પિયુષ ગોયલે પણ આ ભંડોળમાં એક મહિનાનો પગાર આપવાની જાહેર કરી છે. પિયુષ ગોયલે આ માહિતી તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આપી છે.
પિયુષ ગોયલે આપેલી આ માહિતી મુજબ રેલવે પ્રધાન ઉપરાંત રેલ્વે રાજ્યમંત્રી અને 13 લાખ રેલ્વે કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના એકમોના કર્મચારીઓ પણ પીએમ કેર ફંડમાં એક દિવસનો પગાર દાનમાં આપશે. પીએમ કેર ફંડમાં આ કુલ રૂ .151 કરોડ જમા થશે.
તેમણે પોતાની ટવીટમાં લખ્યું કે, ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી જીના આહવાન પર હું અને મારા સાથી રેલવે રાજ્યપ્રધાન, સુરેશ અંગડીજી એક મહિનાનો તથા રેલવેના 13 લાખ અને PSUના સાથીદારોએ એક દિવસના પગાર રૂપે PM CARESમાં રૂ. 151 કરોડની રકમનો સહયોગ આપીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.