માત્ર લોકડાઉનથી કોરોના નહીં અટકે, ચીનની જેમ જીપીએસ અપનાવવી પડશે

હાલ ભારતમાં કોરોના વાઇરસના કેસોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. જેને રોકવા માટે સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી. જોકે આ પરિસ્થિતિ વચ્ચે એવા અહેવાલો સામે આવ્યા છે કે ત્રીજા તબક્કામાં કોરોના વાઇરસ પ્રવેશી ગયા બાદ તેને લોકડાઉન પણ રોકી નહીં શકે અને તેના માટે વધુ યોગ્ય પગલા લેવાની જરુર છે. નિષ્ણાંતોએ આ માટે જીપીએસ વિકલ્પ અપનાવવાની સલાહ આપી છે.

આઇએલબીએસના ડાયરેક્ટર ડોક્ટર એસ.કે. સરીને પોતાની રિપોર્ટમાં સરકારને એવી સલાહ આપી છે કે ભારતે હવે દક્ષિણ કોરિયા અને ચીને જે રીતે વાઇરસનો સામનો કર્યો તે પદ્ધતી અપનાવવી જોઇએ.આ બન્ને દેશોએ કોરોના વાઇરસના સંપર્કમાં જે પણ લોકો આવ્યા હતા તેની ઓળખ કરી હતી અને આ માટે જીપીએસ ટેક્નીકનો ઉપયોગ કર્યો હતો, આ જ ટેક્નીક હવે ભારતે અપનાવવી પડશે નહીં તો વાઇરસ જે લોકોમાં પ્રવેશી ગયો છે અને તેઓ જેના પણ સંપર્કમાં આવ્યા હોય તેને આ વાઇરસની અસર થશે અને આમ થતા તે વધુ ફેલાવા લાગશે.

હાલ કોરોના વાઇરસ ત્રીજા તબક્કામાં પ્રવેશ્યો નથી તેવો દાવો પણ તેમણે કર્યો હતો, સાથે દરેક રાજ્યોને એવી સલાહ આપી હતી કે ત્રીજા તબક્કામાં પ્રવેશતા રોકવા માટે હાલ રાજ્યોએ અગાઉથી જ તૈયારી કરી લેવી જોઇએ. ડોક્ટર સરીને જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તર પર હાલ જે ગતીએ વાઇરસ ફેલાઇ રહ્યો છે તેનાથી ભારતે ચેતી જવાની જરુર છે અને સરકારોએ રાજ્યોમાં નાગરિકોની સારી રીતે તપાસ કરાવવી જોઇએ. આ માટે એક વિશેષ રણનીતી પણ બનાવવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.