અમેરિકામાં કોરોના વાયરસનની સ્થિતિ ભયાવય,મૃત્યુંઆંક વધી શકે છે : ટ્રમ્પ

અમેરિકામાં કોરોના વાયરસનની સ્થિતિ ભયાવય થઈ રહી છે. વીતેલા 24 કલાકમાં 518 લોકોના મોત થઈ ગયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે વ્હાઈટ હાઉસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે, આગામી મે અઠવાડિયામાં મૃત્યુઆંક વધી શકે છે. ત્યાંજ સોશિયલ ડિસ્ટન્સિંગની મર્યાદા પણ 30 અપ્રિલ સુધી વધારવામાં આવી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, 12 એપ્રિલે ઈસ્ટર છે. જે ખ્રીસ્તીઓનો મોટો તહેવાર છે. ત્યાં સુધી અમેરિકામાં મૃત્યુંઆંક પીક પર પહોંચી જશે. સૌથી વધારે મહત્વનું એ છે કે બધા જ લોકો ગાઈડલાઈન્સનું પાલન કરે છે. આશા છે કે આપણે જૂન સુધી રિકવરી કરી લઈશું.કોરોનાનો કાળ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે અને અત્યાર સુધીમાં કોરોના વાયરસને પગલે દુનિયાભરમાં 7,22,196 લોકો શિકાર બન્યા છે તેમજ 33,976 લોકો મોતને ભેટ્યા છે. કોરોનાનો મહા પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. 7 લાખ વધુ લોકોને લપેટમાં લેનાર આ કોરોના સામે વિશ્વભરના દેશો ઘૂંટણિયે પડી છે. બીજીતરફ દોઢ લાખ લોકો આ બીમારીમાંથી બહાર આવી શક્યા છે જે સારી બાબત જણાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.