કોરોના વાયરસના દર્દીઓની જીવ જોખમમાં મુકીને સારવાર કરી રહેલા ડોક્ટરોના રહેવા માટે દિલ્હી સરકારે ફાઈવ સ્ટાર હોલટમાં 100 રુમ બુક કરાવ્યા છે.
આ પહેલા યુપી સરકારે પણ લખનૌમાં મેડિકલ સ્ટાફ માટે ચાર લક્ઝરિયસ હોટલો રિક્વિઝીટ કરી છે. દિલ્હી સરકારે લોક નાયક હોસ્પિટલ અને જી બી પંત હોસ્પિટલમાં કામ કરી રહેલા તમા ડોક્ટર માટે હોટલ લલિતમાં 100 રુમ બુક કરાવ્યા છે. જેમાં તેમની તમામ જરુરિયાતોનુ ધ્યાન રાખવામાં આવશે.
સાથે સાથે દિલ્હી સરકારે નક્કી કર્યુ છે કે, કોરોનાના દર્દીઓની 21 હોસ્પિટલોમાં સારવાર કરી રહેલી ટીમો બે શિફ્ટમાં કામ કરશે. એક ટીમ સવારથી સાંજ અને બીજી ટીમ સાંજથી સવાર સુધઈ કામ કરશે. તેઓ સતત 14 દિવસ રજા વગર કામ કરશે અને બાકીના 14 દિવસ તે આરામ કરશે અને તેની જગ્યાએ બીજી ટીમો કામ કરશે. આ ક્રમ ચાલુ રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.