પંચાગ
તા 01-10-2019
વાર: મંગળ
વિક્રમ સંવતઃ 2075
મહાવીર જૈન સંવતઃ 2545
શાલીવાહન શક સંવત: 1941
ખ્રિસ્તી સંવત: 2019
માસઃ આસો
પક્ષઃ સુદ
તિથિ: ત્રીજ
પારસી તા.: 16
મુસ્લિમ તા.: 02
નક્ષત્રઃ સ્વાતિ
યોગ: વૈદ્યૃતિ
કરણ: વણિજ
દિશાશૂલ: ઉત્તર દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.
રાહુકાળ: 15.00થી 16.30 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.
ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ તુલા છે, તેથી જન્મેલા બાળકોના નામ ર.ત.અક્ષર પર રાખી શકાય.
આજનું ભવિષ્ય…
મેષ(અ.લ.ઈ): ધૈર્યતાથી નિર્ણયો લઈ કાર્યક્ષેત્રનો શ્રેષ્ઠ વિકાસ કરી શકશો. આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય. નવા રોકાણો લાભદાયી રહે. ધંધાકીય લાભ થતા પ્રગતિમાં અનેક રીતે વધારો થાય.
વૃષભ(બ.વ.ઉ): વેપારી વર્ગ, નિકટ સંબંધીઓમાં માન સન્માન મળે. વધુ વ્યવહાર કુશળ અને સ્પષ્ટ વક્તા બનશો. સાહિત્ય પ્રત્યે વિશેષ રુચિ વધશે. મનની તમામ આશાઓ પરિપૂર્ણ થાય.
મિથુન(ક.છ.ઘ): દાંપત્યજીવન મધુર બનશે. પારિવારિક જીવનમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. સાહસવૃત્તિમાં વધારો થાય. કલાપ્રિય બનશો. મિલકત સંબંધી લાભ માનસિક ઉત્સાહ વધારે.
કર્ક(ડ.હ.): કાર્યક્ષેત્રના વિકાસ બાબતે ખરીદ વેચાણ બાબતે ભાવની બાબતે સ્પષ્ટ રહેવું. આરોગ્યની વિશેષ કાળજી રાખવી. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજયની સંભાવના પ્રબળ બને.
સિંહ(મ.ટ.): મનોબળ મજૂબત બનશે. વૈભવ સમૃદ્ધિપ્રિય બનશો. વિદ્વાન વ્યક્તિની મુલાકાત કાર્યક્ષેત્રે લાભદાયી બને. ભાગ્યવૃદ્ધિ યોગ પ્રબળ છે. આવકમાં મોટા પ્રમાણમાં વધારો થાય.
કન્યા(પ.ઠ.ણ.): આર્થિક દૃષ્ટિએ વિશેષ લાભની તક મળે. ઉચ્ચવિચારસરણીના વ્યક્તિ સાથેની મુલાકાત લાભદાયી બને. શુભ પ્રસંગ ઉજવાય. ભાગ્યોદયની નવી નવી તકો ઝડપી શકશો.
તુલા(ર.ત.): ટૂંકી મુસાફરીના થાય. મિશ્રફળની અનુભૂતિ થાય. સફળતા યાદ કરતાની સાથે મળી આવે. પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે. તબિયત એકંદરે સારી રહેશે. લાંબા સમયથી ગૂંચવાતા કાર્યો પાર પડે.
વૃશ્ચિક(ન.ય.): સહી-સિક્કાની બાબતમાં નાણાંકીય બાબતમાં વિશેષ કાળજી રાખવી. ધંધાકીય બાબતે સહકાર્યકર્તાઓ સાથે વિવાદની સ્થિતિ રહી શકે. પારિવારિક જીવન મધુરતાથી ખીલી ઉઠશે.
ધન(ભ.ધ.ફ.ઢ.): ન ધારેલી સફળતા મળી આવવાથી મન વધુ પ્રસન્ન રહેશે. મોજશોખ પ્રત્યે આકર્ષણ વધશે. વાહન સુખમાં વધારો થાય. મિત્રો સાચા અર્થમાં માર્ગદર્શક-પ્રેરણારૂપ બની રહેશે.
મકર(જ.ખ.): સર્વાંગી પ્રગતિનો દિવસ રહેશે. લોકોપયોગી કાર્યો કરવાથી માન સન્માન મળે. પૂર્વ દિશામાંથી લાભકારક સમાચાર મળે. ઇચ્છિત મનોકામના પૂર્ણ થતાં મનમાં ઉત્સાહ વધે.
કુંભ(ગ.શ.સ.): આધ્યાત્મિક ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી મન પ્રસન્ન રહેશે. કાર્યક્ષેત્રે નવું રોકાણ વિશેષ લાભદાયી નીવડે. અલ્પ પરિચિત વ્યક્તિઓના કારણે કાર્યક્ષેત્રનું વિસ્તૃતિકરણ કરી શકાય.
મીન(દ.ચ.ઝ.થ.): નિકટ સંબંધીઓ સાથે વૈચારીક મતભેદ ટાળવા. જૂની બીમારી પ્રત્યે બેદરકારી રાખવી નહીં. કોઈની અંગત જવાબદારી સ્વીકારવી નહીં. આવડત-પ્રતિભાથી અન્યો પર પ્રભાવ પાડી શકશો.
——
Related News
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.