કોરોના વાયરસમાંથી માંડ બેઠા થઈ રહેલા ચીનના વુહાનના બદનામ મીટ માર્કેટમાં ફરી એક વખત ચામાચિડિયાના માંસનુ વેચાણ શરુ થઈ ગયુ છે.
બ્રિટિશ અખબારના અહેવાલ પ્રમાણે ચીનમાં કોરોના પર વિજયની શનિવારે ઉજવણી કરવામાં આવી હતી. જે
દરમિયાન ચીનાઓએ કુતરા, બિલાડા, સસલા અને બતકના માંસની મીજબાનીઓ માણી હતી.સાથે સાથે વુહાનમાં મીટ માર્કેટને ફરી ખોલી નાંખવામાં આવ્યુ છે. જ્યાં ચામાચિડિયાનુ માંસ પણ વેચાવા માંડ્યુ છે.
કોરોના વાયરસ આ જ મીટ માર્કેટમાંથી માણસોમાં ફેલાયો હોવાનુ પણ શરુઆતના તબક્કે બહાર આવ્યુ હતુ.
ચીનની સરકારે લોકડાઉન હટાવ્યા બાદ વુહાન જ નહી દેશના બીજા મીટ માર્કેટમાં પણ જાત જાતના પ્રાણીઓનુ માંસ અને જીવતા પ્રાણીઓ વેચાવા માંડ્યા છે. હવે ચીનના બજારોમાં એ જ પ્રકારની ચહલ પહલ દેખાવા માંડી છે જે કોરાનાના ફેલાવા પહેલા હતી.ચીનના લોકો માટે કોરોના હવે દુનિયાના બીજા દેશોની સમસ્યા બની ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.