હાલ કોરોના વાઇરસનો કેર છે જ્યારે લોકોને આર્થિક મદદની જરુરિયાત ઉભી થઇ છે ત્યારે એલએન્ડટીએ પણ તેમાં મદદરુપ થવાની જાહેરાત કરી હતી. એલએન્ડટીએ જણાવ્યું હતું કે પીએમકેર્સમાં એલએન્ડટી ૧૫૦ કરોડ રૂપિયાનું દાન આપશે.
એલએન્ડટી ગ્રુપના ચેરમેન એમએ નાઇકે જણાવ્યું હતું કે એલએન્ડટી જરુરિયાતના સમયે દેશની સાથે છે. અમે કોરોના વાઇરસ સામેની લડાઇમાં સરકારને મદદ કરી રહ્યા છીએ. જે માટે તાત્કાલીક ફંડ આપીશું આ ઉપરાંત કલ્યાણકારી પગલા પણ લેવામાં મદદરુપ થઇશું. સાથે જ લોકડાઉન સમયે વર્કમેન અને સબકોન્ટ્રાક્ટર્સને પગાર ચુકવવામાં આવશે.
અને તેમના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવશે તેમ એલએન્ડટી કંપનીએ જણાવ્યું હતું. સાથે કંપનીએ દાવો કર્યો હતો કે અમે ૧૨૦,૦૦૦ કર્મચારીઓને કોરોના વાઇરસથી બચવા સહિતની માહિતી આપી હતી.
૧૬૦,૦૦૦ કોન્ટ્રાક્ટ વર્કરોનો પગાર ચાલુ રાખવા માટે અલગથી ૫૦૦ કરોડ રૂપિયા પ્રતિ માસ અલગથી ફાળવવામાં આવશે. જે મજૂરો હાલ લેબર કેમ્પોમાં હોય તેમને જરુરી વસ્તુઓ, ઇમર્જન્સી ફન્ડિંગ સહિતની મદદ કરીશું. આ ઉપરાંત કંપનીના દરેક ટ્રેનિંગ સેંટરો અને અન્ય પસંદ કરાયેલા સ્થળોને આઇસોલેશન વોર્ડ્સમાં ફેરવી નાખ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.