હવે આજથી બદલાઈ ગયા છે આ 6 નિયમો, જાણી લો ક્યાં અને કેવી રીતે તમને થઈ શકે છે તેનો ફાયદો

ખાતાધારકોને આજથી અનેક મોટા ફેરફારોનો સામનો કરવો પડશે. આજથી કુલ 6 બાબતોમાં ફેરફાર આવી રહ્યો છે જેમાં સડકથી લઈને રસોઈ અને બેંકિંગ સેવાઓ સુધીના ફેરફાર જોવા મળશે, મોટાભાગના ફેરફાર ગ્રાહકોને સારી અને સસ્તી સુવિધાઓ મળી રહે તે માટેના હોઈ શકે છે. હોમ લોન, ઓટો લોન, રસોઈ ગેસ, પેંશન, મિનિમમ બેલેન્સ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુક પણ ફેરફારમાં સામેલ હશે.

  • આજથી લોન અને બેંકિંગ સેવાઓમાં મળશે રાહત
  • ટ્રાન્સપોર્ટ, બેકિંગ અને GSTને લગતા નિયમો બદલાશે
  • લાઇસન્સ અને આરસીમાં માઇક્રોચીપ અને QR કોડ અપાશે
  • SBI દ્વારા પેટ્રોલ-ડિઝલમાં અપાતું કેશબેક બંધ થશે
  • SBI મેટ્રો સીટીમાં 10 અને અન્ય શહેરોમાં 12 ફ્રી ટ્રાન્જેક્શન આપશે

આજથી કેટલાક મોટા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમકે ટ્રાન્સપોર્ટ, બેકિંગ અને GSTને લગતા નિયમો બદલાશે. હોટલ રૂમ ભાડામાં GSTમાં ઘટાડો થશે. રૂપિયા 7500 સુધીના ભાડામાં GST ઘટાડીને 12 ટકા કરાયો છે. તો ડ્રાઇવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટીફિકેટનો રંગ એક કરાશે તેમજ લાઇસન્સ અને આરસીમાં માઇક્રોચીપ અને QR કોડ અપાશે. બીજી બાજુ SBI દ્વારા પેટ્રોલ-ડિઝલમાં અપાતું કેશબેક બંધ થશે. બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ પર દંડમાં ઘટાડો થશે. જે અનેક લોકોને રાહત આપશે. ઉપરાંત SBI મેટ્રો સીટીમાં 10 અને અન્ય શહેરોમાં 12 ફ્રી ટ્રાન્જેક્શન આપશે તો  પેન્શન પોલિસીમાં પણ બદલાયેલા નિયમો લાગુ થશે.

રિઝર્વ બેંકની અપીલ બાદ SBI સહિત અનેક બેંક પોતાના લોનના વ્યાજ દરને રેપો રેટ જેવા બાહ્ય બેંચમાર્કની સાથે જોડશે. આજથી મકાન અને વાહનની લોન પણ સસ્તી થશે. SBIએ પોતાના મિનિમમ બેલેન્સના નિયમોમાં પણ અનેક પ્રકારની રાહત ખાતા ધારકોને આપી છે.  

અન્ય ફેરફારોમાં આ વાતો થશે સામેલ

આ સિવાય ડ્રાઈવિંગ લાયસન્સ અને ગાડીના ડોક્યૂમેન્ટ્સના નિયમો પણ આવનારા મહિનાથી બદલાશે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને રક્ષા વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓના પેંશનના નિયમોમાં ફેરફાર કર્યો છે. જીએસટી પરિષદે પણ મોટા ટેક્સ પેયર્સને માટે બદલાયેલા રિટર્ન ફોર્મને પણ આજથી અનિવાર્ય કર્યા છે. આ સિવાય રસોઈ ગેસની કિંમતોમાં પણ ફેરફાર નવા મહિનાથી કરવામાં આવશે.

હોમ-ઓટો લોન થઈ સસ્તી

RBIના રેપો રેટમાં ભાગ લેનારા ગ્રાહકો સુધી પહોંચવા માટે SBI  પોતાની લોનના વ્યાજને રેપો રેટ સાથે જોડવાનો નિર્ણય લીધો છે. તેનાથી ગ્રાહકોને લગભગ 0.30 ટકા સસ્તી હોમ અને ઓટો લોન મળશે. SBI સિવાય યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, ઈન્ડિયન બેંક, ફેડરલ બેંકે પણ આજથી પોતાના ગ્રાહકો માટે વ્યાજ દરોને રેપો રેટ સાથે જોડવાનો નિર્ણય લીધો છે. હાલ સુધી દરેક બેંક એમસીએલઆર પર આધારિત વ્યાજ દરથી લોન આપે છે. 

2. મિનિમમ બેલેન્સમાં મળશે 80 ટકાની રાહત

આજથી SBI મેટ્રો શહેરના ગ્રાહકો માટે મંથલી મિનિમમ બેલેન્સની રકમ ઘટાડીને 3000 રૂપિયા કરશે. જે હાલમાં 5000 રૂપિયા છે. આ સિવાય શહેરી વિસ્તારના ખાતાધારકોને માટે મિનિમમ બેલેન્સ ન રાખવા માટે પણ લેવાતા ચાર્જમાં ઘટાડો કર્યો છે. આ ગ્રાહકોના ખાતામાં 75 ટકાથી ઓછી રકમ હશે તો 15 રૂપિયા જીએસટીની સાથે દંડ લાગશે. જે હાલમાં 80 રૂપિયા અને જીએસટી લાગે છે. જો 50-75 ટરા રકમ હશે તો 12 રૂપિયા અને જીએસટી લાગશે, જે હાલમાં 60 રૂપિયા અને જીએસટી છે.

બદલાઈ જશે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી

હવે આખા દેશમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસીને બદલવામાં આવશે. આજથી દેશમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસીના રંગ, લુક, ડિઝાઈન અને સુરક્ષા ફીચરમાં ફેરફાર કરાશે. સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસીમાં માઈક્રોચીપ અને ક્યૂઆર કોડ હશે, જેનાથી જૂનો રેકોર્ડ છૂપાવી શકાશે નહીં. ક્યૂઆર કોડ રીડ કરવા માટે ટ્રાફિક પોલીસ પાસે હેન્ડી ટ્રેકિંગ ડિવાઈસ હશે. દરેક રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસીનો રંગ એક હશે અને તેનું પ્રિન્ટિંગ પણ એકસરખું હશે. આ સિવાય આ બંનેમાં જાણકારી એક જેવી અને એક જ જગ્યાએ આપેલી હશે. આ ચેન્જની સાથે સરકાર પણ વાહન ચાલકોનો ઓનલાઈન ડેટાબેઝ પણ તૈયાર કરશે.

4. રસોઈ ગેસના બદલાશે ભાવ

સરકારે આજથી રસોઈ ગેસના ભાવમાં ફેરફાર કર્યો છે. 1 સપ્ટેમ્બરે સબ્સિડી વિનાના રસોઈ ગેસના ભાવમાં 15.50 રૂપિયાનો વધારો કરાયો હતો. દિલ્હીમાં તેની કિંમત 590 રૂપિયા પહોચી હતી. આ સિવાય એવિએશન ટર્બાઈન ફ્યૂઅસ (ATF) વિમાન ઈંધણની કિંમતોમાં પણ ફેરફાર કરવામાં આવશે. 

કેન્દ્રીય કર્મચારીઓના પેંશનના નિયમો પણ બદલાયા

સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળના પેંશનના નિયમોમાં ફેરફારકર્યો છે જે આજથી લાગૂ થયો છે. હાલના નિયમોના આધારે કેન્દ્રીય કર્મીની સેવા 7 વર્ષની થાય છે તો તેમના મૃત્યુની સ્થિતિમાં તેમના પરિવારને અંતિમ વેતનના 50 ટકાનું પેંશન આપવામાં આવતું હતું. ફેરફાર બાદ હવે જો 7 વર્ષ પૂરા નહીં થયા હોય તો પણ પરિવારને આ રકમનો લાભ મળશે.

6. જીએસટી રિટર્નનું નવું ફોર્મ થશે લાગૂ

વાર્ષિક 5 કરોડથી વધારે કમાનારા માટે આજથી જીએસટી ફોર્મ બદલાઈ જશે. એવા કારોબારીઓએ અનિવાર્ય રીતે GST ANX-1 ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ GSTR-1ને બદલે ભરવાનું રહેશે. અન્ય નાના કારોબારીઓને માટે ફોર્મને જાન્યુઆરી 2020માં લાવવામાં આવશે. મોટા કરદાતાઓ હાલમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં GSTR 3B ફોર્મ ભરતા રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.