સરકારી ખાતામાં નોકરી કરતા સાવ નીચલી કક્ષાના અધિકારીને પણ સત્તાનો કેટલો ઘમંડ હોય છે તેનું આ સાપેક્ષ ઉદાહરણ છે. હાલમાં નવા મોટર વ્હીકલ એક્ટના આકરા દંડની જોગવાઈઓને કારણે લોકોમાં તીવ્ર રોષ છે. એટલે, કાયદાનું પાલન કરાવનારા વડાપ્રધાનથી માંડીને મુખ્યમંત્રી અને પોલીસ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ કેટલા કાયદા પાળે છે તેના પુરાવા સામાન્ય નાગરિકો જ સોશ્યલ મિડિયામાં દર્શાવવા માંડ્યા છે.
આવી સ્થિતિમાં સુરત મહાનગર પાલિકામાં માર્શલ (સિક્યુરિટી ગાર્ડ) તરીકે ફરજ બજાવતો જય બારોટ નામનો છેલબટાઉ યુવાન અડાજણમાં હનીપાર્ક રોડ ઉપર તેના બુલેટ નંબર GJ.05.PR.2911 પર સવાર થઈ જતો હતો. એક તો હેલમેટ પહેરી નહતી ઉપરથી મોબાઈલ ઉપર ચાલુ વાહને વાત કરતો હતો. એટલે, એક જાગૃત નાગરિક તરીકે અતુલ કુંધાણી નામના યુવાને તેને પૂછ્યુ હતું કે, કેમ હેલમેટ નથી પહેરી? એટલે, તેણે બુલેટ ભગાવી હતી. અતુલે તેનો પીછો કરીને તેનો બુલેટ ઉપર હેલમેટ વગર મોબાઈલ ઉપર વાત કરતો ફોટો પાડી લીધો હતો. અતુલે આ ફોટો ફેસબુક ઉપર અપલોડ કર્યો હતો. કાયદા પળાવનાર કેટલા કાયદા પાળે છે, તેનો અનુભવ કરાવતો આ ફોટો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો.
ખાખી વર્દી પહેરીને કાયદાને પોતાના ખિસ્સામાં રાખીને ફરતા આ માર્શલ જય બારોટની કરતૂતની સોશ્યલ મિડીયામાં ભારે ટીકા થઈ હતી. એટલે, મગજમાં રાઈ રાખીને ફરતા આ માર્શલ જયે ફેસબુક ઉપર ફોટો અપલોડ કરનાર અતુલનો સંપર્ક નંબર મેળવ્યો હતો. તેની સાથે ગાળાગાળી કરી અને ધમકી પણ આપી હતી. વાતચીત દરમિયાન કર્મચારીની જાતિવાદી માનસિકતા પણ સ્પષ્ટ દેખાય છે.
મોબાઈલ ફોન ઉપર બેફામ ગાળાગાળી કરતાં પાલિકાના માર્શલ જય જીતેન્દ્ર બારોટે અતુલ સાથે વાતચીતમાં એવું પણ ઉચ્ચાર્યુ હતું કે, તુ ક્યાં છે… તુ પાટીદાર છે ને… હાર્દિક અને બધાને વ્હાલા થાય છે. તુ લોકોમાં હીરો બનવા માગે છે ને… પાટીદાર થઈને દરબારના ખભા ઉપર બેસી જશે…?? તુ પાટીદાર સમાજનો ઝંડો લઈને ફરે છે ને… તને બધી ખબર પડી જશે… હું એસએમસીમાં છું… તને ખબર છે… હું કોણ છુ, કેવો છું… હું તને જીંદગીભર ટોર્ચર કરીશ… હું તને લાવારિસ કરી નાંખીશ… તુ રેકોર્ડિંગ કરતો હોય ને તો પણ મને ઘંટ ફરક નથી પડતો…
સોશ્યલ મિડીયામાં આખો દિવસ ચાલેલી પોતાના એક સાવ સામાન્ય માર્શલ જેવા કર્મચારીની હલકીકક્ષાની વર્તણૂંકે પાલિકાને મોડે મોડે પણ ખુલાસા કરવા મજબૂર કર્યાં હતાં. પાલિકાના કોર્પોરેટર વિજય પાનસેરિયાએ આ વાત ગંભીરતાથી લીધી હતી. ડે.કમિશનર એન.વી. ઉપાધ્યાય અને મ્યુનિસિપલ કમિશનર એન.બી. પાનીને આ કિસ્સાને હળવાશમાં લેવાને બદલે ગંભીરતાથી લઈને જો આકરા પગલાં નહીં ભરવામાં આવશે તો તેના માઠા પરિણામ પણ આવી શકે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.