દુનિયામાં કોવિડ-19 ફેલાવનાર પહેલું વ્યક્તિ કોણ? ચીનનો દાવો આ મહિલા છે પેશન્ટ ઝીરો

આખી દુનિયાના રસ્તાઓ સૂમસામ છે, બજારો બંધ છે, ચારેબાજુ મોતનો સન્નાટો છે, દરેક જણ ખૌફમાં જીવવા માટે મજબુર થઈ ગયા છે. વુહાનથી નિકળેલા જીવલેણ કોરોના વાયરસે અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ લીધા છે. પણ શું તમે જાણો છો કે તે પહેલો વ્યક્તિ કોણ હતો જે કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો.

પેશન્ટ ઝીરોએ દુનિયા પર લગાવ્યું તાળું?
કોરોના વાયરસે દુનિયા પર જાણે તાળું મારી દીધુ છે. લોકો દુનિયાના અલગ અલગ ખૂણામાં છે પરંતુ કોરોનાનો ખૌફ એકજેવો જ છે. કોરોના વાયરસનો હજુ કોઈ યોગ્ય તોડ મળ્યો નથી પરંતુ ચાઈનાએ એ જરૂર જાણી લીધુ છે કે સૌથી પહેલા આ વાયરસના લક્ષ્ણ ક્યાં અને કોનામાં મળ્યા હતાં.

દુનિયામાં કોરોનાએ સૌથી પહેલા પોતાનો શિકાર ચીનના વુહાનમાં 57 વર્ષની એક મહિલાને બનાવ્યો હતો. જે વુહાનના સીફૂડ માર્કેટમાં ઝીંગા માછલી વેચતી હતી.

વેઈ ગુઝિયાનને પેશન્ટ ઝીરો ગણવામાં આવે છે. પેશન્ટ ઝીરો એ દર્દીને કહે છે જેનામાં સૌથી પહેલા કોઈ બીમારીના  લક્ષ્ણો જોવા મળે છે. અહીં તમારે એ જાણવું ખુબ જરૂરી છે કે કોરોના પોઝિટિવ થયા બાદ એક મહિના સુધી આ મહિલાની સારવાર ચાલતી રહી અને ત્યારબાદ તે એકદમ સાજી પણ થઈ ગઈ. ગત વર્ષ 31 ડિસેમ્બરના રોજ વુહાન મ્યુનિસિપલ હેલ્થ કમિશને આ મહિના વેઈ ગુઝિયાનનું નામ જાહેર કર્યું હતું.

સાર્વજનિક ટોઈલેટનો કર્યો હતો ઉપયોગ
અત્રે જણાવવાનું કે તે સમયે વેઈ ગુઝિયાન સહિત 27 દર્દીઓમાં સૌથી પહેલા કોરોના વાયરસનો ચેપ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ વેઈએ એક સાર્વજનિક શૌચાલયનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેને શરદી ઊધરસ થયા. અને પછી તે એક એવી બીમારીમાં સપડાઈ કે જેણે દુનિયામાં તબાહી મચાવી દીધી.

દુનિયામાં કોવિડ-19 ફેલાવનાર વ્યક્તિ કોણ?
ચીનની એક ન્યૂઝ વેબસાઈટ જેનું નામ ધ પેપર છે, તેનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં મહિલા વેઈ ગુઝિયાનને પેશન્ટ ઝીરો ગણવામાં આવી છે. જોત જોતામાં તો ચીનની વેબસાઈટનો આ રિપોર્ટ સમગ્ર દુનિયામાં ચર્ચામાં આવી ગયો. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીનની સરકારે એવા 266 લોકોની ઓળખ કરી છે, જે વર્ષ 2019માંકોરોના વાયરસના ચૂંગલમાં ફસાયા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.