આ 10 બેંકનું મર્જર થતા 4 મોટી બેંક બનશે, આજથી બદલાશે નામ અને ઓળખ

પહેલી એપ્રિલથી દસ બેન્કના મર્જરના કારણે સરકારી બેન્કની સંખ્યા ઘટીને 4 થશે. તેની સાથે જ ભારતમાં કુલ સરકારી બેન્કોની સંખ્યા ઘટીને 12 થઈ જશે. આ બેન્કોને 55,250 કરોડ રૂપિયા આપવામાં આવશે. તેમાંથી એકલી પંજાબ નેશનલ બેન્કને 16,000 કરોડ રૂપિયા મળશે. ઓરિએન્ટ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાનું પંજાબ નેશનલ બેન્કમાં મર્જર થશે. મર્જર બાદ તે 17.95 લાખ કરોડના વેપાર અને 11,437 શાખાઓની સાથે દેશની બીજી સૌથી મોટી બેન્ક બની જશે

પહેલી એપ્રિલથી દસ બેન્કના મર્જરના કારણે સરકારી બેન્કની સંખ્યા ઘટીને 4 થશે

કેનેરા બેન્કનું સિન્ડિકેટ બેન્કમાં મર્જર બાદ તે ચોથી સૌથી મોટી પબ્લિક સેકટરની બેન્ક બની જશે. તેની મૂડી 15.20 લાખ કરોડ રૂપિયા હશે. તેની દેશમાં 10,324  બ્રાન્ચ હશે. આ ઉપરાંત યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્ક મળીને એક બેન્ક બનશે. તે ભારતની પાંચમી સૌથી મોટી સરકારી ક્ષેત્રની બેન્ક હશે જેનો કારોબાર 14.59 લાખ કરોડ રૂપિયા હશે અને તેની 9609 બ્રાન્ચ હશે.

મુખ્ય બાબતો

એક એપ્રિલથી ૧૦ બેંકનું મહામર્જર

૧૦ બેંકના મર્જરથી બનશે ચાર બેંક

સરકારી બેંકની સંખ્યા ઘટીને થઇ જશે ૧૨

મર્જર બાદ બેંકોને આપવામાં આવશે રૂ.૫૫,૨૫૦ કરોડ

પીએનબી બનશે દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.