કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે ચાલી રહેલા લોકડાઉન વચ્ચે યોગી આદિત્યનાથની સરકાર લોકોની મદદ કરનારા પોલીસકર્મીઓના વીડિયો અને ફોટો જાહેર કરીને રાજ્યની પોલીસની એક જન હિતેચ્છુ છબી રજૂ કરવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે, પોલીસના દુર્વ્યવહારની ઘટનાઓ સામે આવી રહી છે. રાયબરેલીમાં એક વરિષ્ઠ જિલ્લા અધિકારીએ, એક યુવક તેની ગર્ભવતી પત્ની માટે દવાઓ લેવા બહાર નીકળ્યો હતો તેને ફટકાર્યો અને જિલ્લામાં કડકાઈથી લોકડાઉનનું પાલન કરાવી રહેલા અધિકારીએ યુવકને કહ્યું કે, ‘સૌની પત્નીઓ ગર્ભવતી થઈ ગઈ કે શું?’
આ જ રીતે એક યુવક નજીકની ઘંટીમાં દળાવવા માટે ઘઉં આપવા ગયો હતો, તેને રસીદ આપવા માટે કહેવામાં આવ્યું, તો તેણે માલિકે કોઈ રસીદ નથી આપી એમ કહ્યું, તો અધિકારીઓએ પોલીસકર્મીઓને તેને પોલીસ સ્ટેશન લઈ જવાનો આદેશ આપ્યો હતો. યુવા પ્રવાસી કામદારોનું એક સમૂહ જે પોતાના ઘરે ફરી રહ્યાં હતા તેમને કો નોએડામાં રોકીને યુવકોના પીઠ પરના બેગ સાથે ઉઠક બેઠક કરવા કહેવામાં આવ્યું હતું. આગરામાં પોલીસે રસ્તા પર યુવકોના ગળામાં પ્લેટો લગાવી હતી. જેમાં લખ્યું હતું કે, ‘હું સમાજનો દુશ્મન છું.’
એક વરિષ્ઠ અધિકારીને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, ‘હું આ વાતથી સહમત છું કે કેટલીક વસ્તુઓ ખોટી હોઈ શકે છે પરંતુ, બધાએ સમજવું જોઈએ કે, અમારી રક્ષા બળ આવી પરિસ્થિતિમાં કેટલા દબાવમાં કામ કરી રહ્યું છે. તેઓ એક અસામાન્ય પરિસ્થિતિને પહોંચી વળે છે. લોકોએ લોકડાઉન દરમિયાન નિયમોનું પાલન કરવું જોઈએ અને અમને સહયોગ કરવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.