બોલિવૂડની અભિનેત્રી જેણે દાનમાં આપ્યા 21 લાખ રૂપિયા, શિલ્પા શેટ્ટી કોરોના સંકટમાં મદદ માટે આવી આગળ

કોરોનાને કારણે દુનિયાભરમાં લોકો ભયના માહોલમાં દિવસો પસાર કરી રહ્યા છે. દેશ માટે પણ આ અત્યારે સંકટનો સમય છે. 21 દિવસનું લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે, આજ કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. દરરોજ કમાતા મજૂરોની રોજીરોટીને લઇને સતત સવાલો થઇ રહ્યા છે. એવામાં સરકાર આ પરિસ્થિતમાં લડવા માટે પગલા ઉઠાવી રહી છે. ત્યારે ઘણાં બોલિવૂડ સ્ટાર્સ મદદ માટે આગળ આવી રહ્યાં છે અને હવે આ લિસ્ટમાં પોતાની ફિટનેસ અને ફિગરથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું નામ પણ સામેલ થઈ ગયું છે.

  • કોરોના સામેની જંગ જીતવા વધુ એક બોલિવૂડ સ્ટાર મદદ માટે આવ્યું આગળ બોલિવૂડની પહેલી અભિનેત્રી જેણે કર્યું દાન આ ટેલિવિઝન એક્ટરે પણ કરી મદદ
  • શિલ્પા શેટ્ટીએ ટ્વિટ કરીને દાન કરવાની જાહેરાત કરી છે. તેણે લખ્યું- માનવતાની ખાતર, દેશ માટે, આપણાં સાથીઓ માટે જેને મદદની જરૂર છે, આ સમય છે કે આપણે તેમના માટે કંઈક કરી શકીએ. શિલ્પાએ 21 લાખ રૂપિયા દાનમાં આપતાં કહ્યું કે, સમુદ્રમાં દરેક ટીપાંનું મહત્વ છે. તો બને તેટલી મદદ કરો. જેથી જલ્દી આ સમસ્યાનું સમાધાન કરી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.