રાજ્યમાં કોરોના વાયરસના કહેર વચ્ચે પીએમ મોદીએ આપેલા 21 દિવસના લોકડાઉનમાં લોકો ઘરમાં જ રહે છે, પરંતુ અમુક એવા પણ લોકો છે જે સરેઆમ લોકડાઉનનું પાલન કરતા નથી અને ઘરની બહાર નીકળી જાય છે અને પોતાની સાથે બીજાને મુશ્કેલીમાં મુકે છે. આવા લોકો પર રાજ્યની પોલીસ સહિત દેશનું પોલીસ તંત્ર આકરું બન્યું છે. ત્યારે અમદાવાદમાં મંગળવારે એક એવી ઘટના બની જેનાથી પોલીસ તંત્ર શરમમાં મુકાયું હતું.
અમદાવાદમાં મંગળવારે કૃષ્ણનગર પોલીસ પીઆઇનો શાક લારી ઉંધી વળવાનાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરસ થયા બાદ ડીજીપી શિવાનંદ ઝાએ પોલીસ વિભાગ માટે એક પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્રમાં પોલીસ તંત્રને નાગરિકો સાથે ઉઘતાંઇ ભર્યું વર્તન, કે અસભ્ય વર્તન ન કરવા જણાવાયું છે, અને તેમ છતાં શહેરના કોઈ નાગરિકને પોલીસની દાદાગીરી અને ઉદ્ધતાઈભર્યું વર્તન ધ્યાને આવે તો સંબંધિત અધિકારીઓને પગલાઓ લેવા સુચન આપી દીધું છે.
રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ પરિપત્રમાં જણાવ્યું છે કે, જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકો સુધી પહોચી રહે તે માટે પોલીસકર્મી નાગરિકોનો સહકાર આપે. મેડીકલ, સારવાર કે મૃત્યુ જેવા કિસ્સામાં નાગરિકોને અસુવિધા ન થાય તેનું પોલીસકર્મીઓને ધ્યાન રાખવા માટે જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શાકભાજીની લારીઓ ઊંઘા પાડતાં પોલીસકર્મીઓનો એક વીડિયો વાઈરલ થયો હતો. ગરીબ વર્ગ પર આ પ્રકારનો જુલ્મ અને અત્યાચાર ગુજારાતા લોકોમાં રોષ ફેલાઈ ગયો હતો.જે બાદ અમદાવાદ પોલીસ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. અમદાવાદ DCP ઝોન– 4 નીરજ બડગુજર મામલાની તપાસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.