દુનિયાભરમાં મહામારીનું સ્વરૂપ લેનારા કોરોના વાયરસથી સૌથી પહેલા અધિકારીઓને સાવચેત કરનારી ચીનના વુહાનની મહિલા ડૉક્ટર એઈ ફેન લાપતા થઈ ગઈ છે. આ ગંભીર બિમારીને લઈને જાહેરમાં નિવેદન આપવા બદલ તેને કેદ કરી લેવામાં આવી હોવાની શક્યતા સેવાઈ રહી છે.
આ જ મહિલા ડોક્ટરે એક દર્દીની ‘સાર્સ કોરોના વાયરસ’નો રિપોર્ટ જાહેર કરી દીધો હતો. આ રિપોર્ટ જાહેર થઈ ગયા બાદ વુહાન સેંટ્રલ હોસ્પિટલના અધિકારીઓએ ડૉક્ટર એઈને ધમકી આપી હતી કે, તેમને અપ્રત્યાશિત અને આકરી સજા ભોગવવી પડશે. ડોક્ટર એઈનો આ રિપોર્ટે સોશિયલ મીડિયામાં ભારે ધુમ મચાવી હતી. ડોક્ટર એઈ એક રીતે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કોરોનાને લઈને સૌથી પહેલો ખુલાસો ડૉક્ટર લી વેલિયાંગે કર્યો હતો.
ડોક્ટર લીને પણ ચીની અધિકારીઓએ ચેતવણી આપી હતી કે, તેમણે ગેરકાયદેસર રૂપે ખોટી સૂચના ઓનલાઈન જાહેર કરવા બદલ આકરી સજા ફટકારવામાં આવશે. તો બીજી બાજુ ડૉક્ટર એઈએ પણ એક ચીની પત્રિકાને ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલના મેનેજમેન્ટે કોરોના વાયરસને લઈને પ્રારંભીક ચેતવણીને નજરઅંદાજ કરી હતી. ઓસ્ટ્રેલિયાના ’60 મીનીટ’ના રોપોર્ટ પ્રમાણે આ ઈન્ટરવ્યું બાદ જ આ મહિલા ડોક્ટર એઈ લાપતા છે.
ડોક્ટર એઈ એવા સમયે લાપતા થયા છે જ્યારે ચીની સરકાર કોરોના વાયરસ વિષે તમામ મહત્વપૂર્ણ સૂચનાને દરેકસ્તરે છુપાવવાના આરોપોનો સામનો કરી રહ્યું છે. હવે વુહાન શહેરમાં કોરોના વાયરસના કારણે કેટલા લોકોના મોત થયા છે તેને લઈને પણ રહસ્ય વધારે ગાઢ થઈ રહ્યું છે. વુહાનના જ સ્થાનિક લોકોનું માનવું છે કે, ચીની અધિકારીઓના દાવાથી તદ્દન વિપરીત અહીં માત્ર 12 જ દિવસમાં કમસેકમ 42 હજાર લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. જ્યારે ચીની અધિકારીઓ કોરોનાના કરણે થયેલા મોતનો આંકડો માત્ર 3200 જ ગણાવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.