ઈટાલી સરકાર અને ત્યાંના લોકોની આ ગંભીર ભુલોના કારણે ઈટાલીમાં ખડકાયા લાશોના ઢેર

કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરમાંથી થઈ. પણ આ વાયરસે છેક 12 હજાર કિલોમીટર દૂર ઈટાલીમાં કાળો કેર વર્તાવ્યો. અહીં 12 હજારથી વધારે લોકોને કોરોના વાયરસે કાયમ માટે નિંદ્રાધિન કરી દીધા છે. જ્યારે 90 હજારથી પણ વધારે લોકો જીવન-મોતની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

ઈટાલીની રાજધાની મિલાન એ ઉત્તર ઈટાલીમાં આવેલા લોમ્બાર્ડી રાજ્યનું પાટનગર છે. કોરોનાએ સૌથી વધારે કહેર જ અહીં વર્તાવ્યો છે. માત્ર 37 દિવસમાં અહીં 6000 હજારથી વધારે લોકોના મોત થયા છે.

લોમ્બાર્ડીમાં ગુચી સહિતની અનેક ફેશન અને ગારમેન્ટ્સ બ્રાંડ આવી હોવાથી અહીં 1 લાખ કરતા પન વધારે ચીની કામદારો કામ કરે છે. જેમાંથી મોટાભાગના કામદારો ચીનના વુહાન શહેર અને તેની આસપાસના છે. જેથી આકામદારો વાટે કોરોના વાયરસ ઈટાલીમાં પહોંચ્યો. આ દિશામાં ઈટાલીની સરકારે કોઈ ખાસ ધ્યાન ના આપતા લોમ્બાર્ડીમાં વાયરસ ઈટાલીના નાગરિકોમાં પ્રવેશ્યો.

ત્યાર બાદ ઈટાલી સરકારે બીજી ભુલ એ કરી કે કોઈ સત્તાવાર લોકડાઉન ના હોવા છતાંયે લોકો ટ્રેનોમાં ભરાઈને બીજી જગ્યાએ ભાગ્યા. જેના કારણે આખા દેશમાં ઈન્ફેક્શન ફેલાયું. ઈટાલીમાં ઓફિશિયલ લોકડાઉન કરવામાં નહતું આવ્યું. પરંતુ લોકોએ આ વાતને ખૂબ હળવાશથી લીધી. પરંતુ સરકારે આ લોકોને રોકવાના કોઈ ખાસ પ્રયાસ કર્યા નહીં. જ્યારે અહીં લોકોના મોત થવા લાગ્યા ત્યારે સરકારે લોમ્બાર્ડી અને મિલાનને રેડ ઝોન ડિક્લેર કરી દીધો. 8 માર્ચે લોમ્બાર્ડીમાં પહેલીવાર ઓફિશિયલી લોકડાઉન કરવામાં આવ્યું. તો પણ લોકો ન સમજ્યા. લોકડાઉનથી બચવા માટે હજારો-હજારો લોકો ટ્રેનોમાં ભરાઈને સાઉથ ઈટાલી તરફ ભાગવા લાગ્યા હતા.

મોટી સંખ્યામાં લોકો લોમ્બાર્ડીથી ભાગીને દેશના અન્ય વિસ્તારોમાં જવા લાગ્યા. લોકોને ના રોકવા એ ઈટાલી સરકારની વધુ એક ભુલ ગણાઈ. લોકો દેશના જુદા જુદા વિસ્તારોમાં ભાગવાના કારણે કોરોના વાયરસને જાણે મોકળું મેદાન મળી ગયું અને આ ઘાતક વાયરસ આખા દેશમાં ફેલાઈ ગયો.

આખરે સરકારે મજબૂર થઈ બીજા જ દિવસે એટલે કે 9 માર્ચે સમગ્ર દેશને લોકડાઉન કરવુ પડ્યું. તેમ છતાં લોકો ન માન્યા. સરકારની સાથો સાથ લોકો પણ ભૂલ પર ભૂલો કરતા રહ્યાં. પરિણામે હવે સ્થિતિ સંભાળી શકાય એવી પણ નથી રહી. તેના કારણે ઈટાલીમાં સતત મોતનો આંકડો વધી રહ્યો છે. લોકોએ લોકડાઉન ન માન્યું તો સરકારે નિયમો કડક કરી દીધા હતા. પહેલાં અહીં ક્વોરન્ટીન નિયમ તોડવામાં આવતા તો 350 યુરોનો દંડ કરવામાં આવતો હતો, જેને હવે વધારીને 5 હજાર યુરો કરી દેવામાં આવ્યો છે. લોકોને ઘરની બહાર નીકળવાની સંપૂર્ણ મનાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.