દિલ્હીમાં તબલીગી જમાતના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા મરકઝમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મોટી સંખ્યામાં સામે આવ્યા બાદ પણ દિલ્હી સરકારનુ કહેવુ છે કે, સ્થિતિ કંટ્રોલમાં છે અને કોરોના વાયરસ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજમાં નથી.
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ હતુ કે, દિલ્હીમાં ડોક્ટરો સૈનિકોની જેમ લોકોની સેવા કરી રહ્યા છે. આ
દરમિયાન ભગવાન ના કરે અને કોઈ ડોક્ટર અથવા પેરામેડિકલ સ્ટાફનુ મોત થશે તો દિલ્હી સરકાર તેમના પરિવારજનોને એક કરોડ રુપિયાની સહાયતા કરશે.
ડોક્ટરો માટે કદાચ દેશમાં થયેલી આ સૌથી મોટી જાહેરાત છે. કેજરીવાલે કહયુ હતુ કે, આ સહાય પ્રાઈવેટ અને સરકારી એમ તમામ હોસ્પિટલોને લાગુ પડશે. હાલમાં ડોક્ટરોને અને સ્ટાફને સારવાર માટે પ્રોટેક્ટિવ ગીયરની જરુર છે અને તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.