કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry of Health and Family Welfare) એ CGHS કાર્યધારકોને દવાઓ લેવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કિમ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી ડિસ્પેન્સરી કે સેન્ટર પર જવાની છૂટ આપી છે. બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પડાયેલા એક ઓર્ડર મુજબ ડોક્ટરે જો કોઈ પણ દવા સીજીએચએસ ધારકોને પ્રિસ્ક્રાઈબ કરી હશે તો એવા લોકો દવા ખતમ થવાની સ્થિતિમાં CGHSના મેડિકલ સ્ટોર પર જઈને દવાઓ ખરીદી શકે છે. જે પણ દવાઓનું બિલ હશે તેના પૂરા પૈસા કેન્દ્ર સરકાર ગ્રાહકોના ખાતામાં રિએમ્બેસમેન્ટ દ્વારા પાછા મોકલાવશે.
અત્રે જણાવવાનું કે લોકડાઉનના કારણે CGHS સેન્ટરો પર ભીડ ઓછી કરવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ ઓર્ડરમાં CGHS કાર્ડ ધારકોની સાથે જ દિલ્હી સરકારની સ્કિમવાળા DGHS કાર્ડધારકોને અને અન્ય તમામ પ્રકારના કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના કાર્ડ ધારકોને સામેલ કર્યા છે. આ તમામને આ છૂટના દાયરામાં રાખવામાં આવ્યા છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમારી દવાઓનું જે પણ બિલ હશે તે તમારે તે CGHSના સેન્ટર પર જમા કરવાનું રહેશે. જ્યાં તમારું કાર્ડ રજિસ્ટર્ડ છે કે પછી જ્યાંથી તમે દવાઓ લો છો તે ચેક થાય છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર રિએમ્બેસમેન્ટ કરીને તે રૂપિયા પાછા તમને આપી શકે
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર તરફથી 30 એપ્રિલ સુધી તેની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે તમે 30 એપ્રિલ સુધી ઘરની બહાર જઈને મેડિકલની દુકાનથી ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઈબ કરેલી દવા ખરીદી શકો છો. ત્યારબાદ તેના પૈસા પણ ક્લેમ કરી શકો છો. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યાં મુજબ તેનાથી લાખો રિટાયર્ડ કર્મચારીઓને લાભ થશે. જે નિયમિત રીતે CGHSના સેન્ટરથી દવાઓ લે છે. પરંતુ લોકડાઉનના કારણે તેમને મુશ્કેલીઓ પડી રહી છે.
અત્રે જણાવવાનું કે તેના દાયરામાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને પૂર્વ સાંસદોને રખાયા છે. આ લોકો પણ જરૂરી દવાઓ આ દરમિયાન લેવા બહાર નીકળી શકે છે અને દવાઓના બિલને રાજ્યસભા અને લોકસભા સચિવાલયમાં ક્લેમ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.