તબલિગી જમાતના કારણે દેશભરમાં કોરોના વકર્યો, છેલ્લા 24 કલાકમાં નવા 386 કેસ નોંધાયા

દિલ્હી પોલિસ દ્વારા વારંવાર ચેતવણી છતાં તબલિગી જમાત જીદ અને હઠિલા વલણે આજે દેશની પરિસ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના ચેપના 386 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 164 કેસ દિલ્હીના નિઝામુદ્દીન મરકજની તબલીગી પ્રવૃત્તિમાં સામેલ લોકો સાથે સીધા જોડાયેલા છે. ઘણાં તેમના સંપર્કમાં આવેલા લોકો પણ છે.

આ બધાઓની ચકાસણી ચાલુ છે. કેટલાકના રિપોર્ટ આવી ગયા છે.હજુ ઘણાંના રિપોર્ટ આવવાના બાકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાયરસના

ચેપના 386 નવા કેસ છે અને અત્યાર સુધીમાં 38 લોકોનાં મોત નીપજ્યાં છે. મોતનાં 3 નવા કેસ નોંધાયા છે. 132 લોકો સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 1900ને પાર કરી ગઈ છે. 53 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
ઘણા રાજ્યોમાં તબલીગી જમાતના લોકોમાં કોરોના પોઝીટીવ
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થવાનું મુખ્ય કારણ તબલિગી જમાતનાં લોકો દેશના તમામ ભાગોમાં મુસાફરી કરી છે. નવા કેસોમાં જમ્મુ અને કાશ્મીરના 23, તેલંગાણાના 20, આંધ્રપ્રદેશના 17, આંદામાન અને નિકોબારના 9, તમિળનાડુના 65, દિલ્હીના 18 અને પુડુચેરીના 2 કેસનો સમાવેશ થાય છે. જેમાં તબલિગી જમાતના લોકો ગયા છે કે તેમના સંપર્કમાં આવેલા લોગો છે. અન્ય સ્થળોએ પણ લોકોની તપાસ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.