વોટસએપ પર લોકડાઉનનો ભંગ કરતા રખડુઓના 150થી વધુ ફોટા મોકલ્યા, 11ની ધરપકડ

શહેરમાં લૉકડાઉનની સ્થિતીનો કડક અમલ કરાવતી પોલીસે મંગળવારે જાહેરનામા ભંગની 30થી વધુ ફરિયાદો નોંધીને 35થી વધુ લોકોની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના વોટસએપ નંબર પર લોકોએ વિવિધ વિસ્તારમાં રખડતા લોકોના ફોટા અને વિડીયો મોકલતાં ક્રાઇમ બ્રાન્ચની બે ટીમોએ 11 જણાને ઝડપી લઇ તેમની સામે ગુનો નોંધ્યો હતો. એસઓજીએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી તાંદલજામાંથી 4 જણાને પકડયા હતા. 3 દિવસમાં 47 લોકોને પડકયા છે. ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ વિસ્તારમાં રખડતા 6 જણાને સીસી ટીવીના કેમેરાથી શોધી કાઢી ધરપકડ કરી હતી. અત્યાર સુધી લૉકડાઉનના 9 દિવસના ગાળામાં પોલીસે જાહેરનામાના ભંગ બદલ 300થી વધુ લોકોની ધરપકડ કરી છે.

લૉકડાઉનનો અમલ કરાવવા પોલીસ સીસી ટીવી કેમેરા અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી કારણ વગર રખડતા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચે વોટસએપ નંબર જાહેર કરી લોકોને રખડું લોકોના ફોટા સાથેની માહિતી આપવા અપીલ કરી હતી, જેનો સારો પ્રતિસાદ લોકો તરફથી મળ્યો છે. ડીસીપી ક્રાઇમ જયદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નાગરીકોએ ક્રાઇમ બ્રાન્ચના વોટસએપ નંબર પર મોકલેલા ફોટા અને વિડીયોના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ જે તે સ્થળોએ તપાસ કરી કારણ વગર ફરી રહેલા 11 જણાને ઝડપી લીધા છે, જેમાં અલકાપુરી હરીપુરા ગામમાં રહેતા 4 યુવકો, ગોત્રી વાસણા રોડ પર ઉમંગ સોસાયટીમાં રહેતા 4 યુવકો અને કારેલીબાગ બ્રાઇટ સ્કુલ પાસે સુગમ પાર્કમાં રહેતા 2 યુવકો તથા તાંદલજા પત્રકાર કોલોનીમાં રહેતા એક યુવકનો સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરી સતત ચાલું રહેશે. બીજી તરફ શહેર એસઓજી પોલીસે પણ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી તાંદલજા વિસ્તારમાંથી કારણ વગર રખડી રહેલા 4 યુવકોને ઝડપી પાડયા હતા. ક્રાઇમ બ્રાન્ચે પણ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી અલગ અલગ સ્થળેથી 6ને પકડયા હતા.

લૉકડાઉનમાં વ્યાજબી કારણ વગર બહાર ફરી રહેલા લોકો સામે પોલીસે તવાઇ જારી રાખી છે. મંગળવારે પોલીસે વિવિધ વિસ્તારમમાંથી 231 વાહનો ડિટે્ન કર્યા હતા. અઠવાડીયામાં પોલીસ વિભાગ દ્વારા આવા 2459 કરતાં વધુ વાહનોને ડિટેઇન વાડી પોલીસ સ્ટેશન બહાર ડીટઇન કરેલા વાહનો રોડની બાજુમાં જ મૂકી દેવાયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.