કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકડાઉનના કારણે વીડિયો કોન્ફરન્સિંગ થકી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકનુ આયોજન કર્યુ હતુ.
આ દરમિયાન મોદી સરકારની ટીકા કરતા સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે, 21 દિવસનુ લોકડાઉન જરુરી હતુ પણ કોઈ જાતના પ્લાનિંગ વગર તેને લાગુ કરાયુ છે. જેના કારણે લાખો મજૂરોને યાતના ભોગવવી પડી છે.
સોનિયા ગાંધીએ માંગણી કરતા કહ્યુ છે કે, સરકાર ડોક્ટરો, નર્સો અને સ્વાસ્થ્ય કર્મીઓને સુરક્ષા માટેના ઉપકરણો પુરા પાડે. સરકાર જાહેર કરે કે, કોરોના માટે કેટલી હોસ્પિટલોમાં કેટલા બેડ છે, ક્વોરેન્ટાઈન અને લેબ ટેસ્ટિંગની સુવિધાઓ તેમજ કોરોનાની સારવાર માટે કયા પ્રકારના મેડિકલ ઉપકરણોની કેટલી સંખ્યા હાલમાં છે.
તેમણે સરકારને અપીલ કરી હતી કે, ખેડૂતો પાકની કાપણી કરી શકે તે માટે સરકાર ખેડૂતો પરના પ્રતિબંધ હટાવે તેમજ મધ્યમવર્ગને રાહત આપવા માટે કોમન મિનિમમ પ્રોગ્રામની જાહેરાત કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.