ગુજરાત રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાના જણાવ્યા અનુસાર, ધાર્મિક સ્થળે બે કે ત્રણથી વધુ લોકો ભેગા થશે તો તેની સામે ગુનો નોંધાશે સાથે જ વોટ્સએપ સહીતની સોશિયલ સાઈટ્સો ઉપર પોલીસ બાજ નજર રાખી રહી છે. જો કોઈ ખોટી કે કાયદો વ્યવસ્થાનો ભંગ કરતી કે ઉશ્કેરણીજનક મેસેજો કરતી પોસ્ટ કરશે તો તેની ઉપર કાયદેસર ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.
લોકડાઉન વચ્ચે મુસારોની હેરાફેરી કરતાં લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની ચીમકી રાજ્યના DGPએ ઉચારી છે. તેમણે લોકોને ફરીવાર અપીલ કરી છે કે, કામ વિના બહાર નીકળવું નહીં. તેમજ આવા સમયે મુસાફરી પણ ન કરવી.
તેમણે કહ્યું, મુસાફરોની હેરાફેરીની મનાઈ હોવા છતાં જૂનાગઢમાં એક ટ્રસ્ટની એમ્બ્યૂલન્સ ધ્યાને આવી હતી.જેમાં મુસાફરોને લઈ જવાઈ રહ્યા હતા. તેના વિશે પણ DGPએ લાલઆંખ કરતા જનતાને સંયમમાં રહેવા તાકીદ કરી હતી.
લોકડાઉનમાં કડક અમલ માટે પોલીસ કામ કરી રહી છે. માલવાહક વાહનોમાં લોકોની હેરાફેરી ન થાય તેના પર નજર છે. લોકોની હેરફેર કરતા વાહનચાલકો સામે કાર્યવાહી થશે. ગુજરાતની જનતાને અનુરોધ કરીએ છીએ કે મુસાફરી ન કરો. કેટલાક શહેરી વિસ્તારમાં લોકડાઉનનુ યોગ્ય પાલન થતુ નથી. સોસાયટીઓમાં લોકો એકઠા થતા હોવાની બાબતો સામે આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.