ઇટાલી પછી, યુરોપમાં કોરોના વાયરસનો ગઢ બની ચુકેલા સ્પેનમાં ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગુરુવાર સુધી 24 કલાકમાં સૌથી વધુ મોત નોંધાયા છે. સ્પેનના આરોગ્ય વિભાગના અહેવાલોમાં ખુલાસો થયો છે કે એક જ દિવસમાં 950 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે દેશમાં કોરોનાથી થતાં મૃત્યુની કુલ સંખ્યા 10,000 ને વટાવી ગઈ છે.
યુરોપની સ્થિતિ અત્યંત ગભીર
સ્પેનમાં 14 માર્ચથી જ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે, અહીં આ સમયે સ્થિતિ અત્યંત ગભીર બની છે, કેમ કે 12 માર્ચ પછી લગભગ 302,265 કામદારો નોકરી ગુમાવી ચુક્યા છે, સમગ્ર યુરોપ જ કોરોનાનો સૌથી મોટું શિકાર બન્યું છે, અહીં 5,00,000થી વધું લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે, યુરોપમાં 34,571 લોકોની મોત કોરોનાનાં કારણે થઇ ચુકી છે.
કોરોના તેની ચરમસીમા પર
સ્પેનમાં કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 110,238 છે, જો ઇટલીથી થોડી જ ઓછી છે, ઇટલીમાં 110,574 લોકો કોરોનાની ઝપેટમાં છે, ઇટલીમાં જ્યાં 13,155 લોકોની મોત થઇ ચુક્યા છે, ત્યાં જ સ્પેનમાં અત્યાર સુંધી 10,003 લોકોના મોતની પુષ્ટી થઇ ચુકી છે, અહીંનાં વહીવટી તંત્રનું માનવું છે કે COVID-19નાં ચેપનો આ સૌથી મોટો ભયાનક સમય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.