ગુજરાતમાં કોરોનાનો હાહાકાર વધ્યો: વધુ 7 કેસ આવ્યા પોઝિટિવ, આંકડો પહોંચ્યો 95

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત થયેલા વ્યક્તિની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે. તો કોરોનાથી સંક્રમિત થઈને અત્યાર સુધી 8 મોત નિપજ્યા છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, રાજ્યમાં કોરોનાના 7 કેસ સામે આવ્યા છે. પરંતુ ચિંતાજનક વાત એ છે કે આ તમામ કેસ અમદાવાદ આવ્યા છે. અમદાવાદમાં જે કેસ નોંધાયા છે તેમાં 7 વર્ષની બાળકી પણ પોઝિટિવ છે.

જણાવી દઈએ કે, વિદેશથી અમદાવાદ આવેલા લોકોમાંથી 5219ને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ પૈકી 4084 લોકોના ક્વોરેન્ટાઇનના 14 દિવસ પૂર્ણ થઇ ગયા છે. જયારે 1135 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. એરપોર્ટ પર છેલ્લી ફ્લાઇટ 22 માર્ચે આવી હતી. શહેરમાં આ પહેલા 31 પોઝિટિવ લોકોના સંપર્કમાં જે 650 લોકો આવ્યા હતા તેને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, અમદાવાદ માટે આગામી 20થી 25 દિવસ ખૂબ જ મહત્ત્વના છે. આ સમય દરમિયાન સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.