કોરોના ઈફેક્ટ: કાર્બન ઉત્સર્જન ઓછુ થયું, શુદ્ધ થઈ પૃથ્વીની હવા

કોરોના વાઈરસના લીધે આપણી ધરતીને ફાયદો થઈ રહ્યો છે. ધરતી હવે વધારે સાફ હવામાં શ્વાસ લઈ રહી છે. 75 વર્ષ પહેલાં આપણી પૃથ્વી પર આવી સાફ હવા જોવા મળી હતી. આ પહેલાં બીજા વિશ્વ યુદ્ધ વખતે આટલી શુદ્ધ હવા થઈ હતી. વૈજ્ઞાનિકોને આશા છે કે બીજા વિશ્વ યુદ્ધ બાદ પહેલીવાર એવું થશે કે ધરતી પર કાર્બન ઉત્સર્જન ઓછું થઈ ગયું છે.

ગ્વોબલ કાર્બન પ્રોજેક્ટના પ્રમુખ રોબ જેક્સને કહ્યું છે કે આ વર્ષે કાર્બન ઉત્સર્જનમાં 5%નો ઘટાડો થવાની આશા છે. આ પહેલાં 2008ની આર્થીક મંદીના સમયે કાર્બન ઉત્સર્જન 1.4% થઈ ગયું હતું.

રોબ જેક્સન કેલિફોર્નિયા સ્થિત સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમણે કહ્યું કે, બીજા વિશ્વ યુદ્ધના સમયે ઘણાં દેશ બંધ હતા. બજાર, વાહન વ્યવહાર, ઉદ્યોગો બંધ હતા. તેથી હવામાં પ્રદુષણનું સ્તર ખુબ જ ઓછું હતું. ફરી તેવો જ નજારો જાવા મળી રહ્યો છે.
તેમણે કહ્યું, કોરોના વાઈરસની આરદા દરમિયાન કાર્બન ઉત્સર્જન ઓછું થવું એક નાની ખુશખબરી છે. પરંતુ પ્રદુષણમાં આવેલો આ ઘટાડો તો અસ્થાયી છે. જેવું જ લોકડાઉન હટશે ફરી આપણે તે ગંદગીમાં જીવવા મજબૂર થઈ જશું. આપણી ધરતી પણ પ્રદુષણ યુક્ત હવામાં શ્વાસ લેશે. પરંતુ તેને ધીરે-ધીરે ઓછું કરવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.