ઓટો ડેસ્કઃ જો તમે આ ફેસ્ટિવલ સિઝનમાં સ્કૂટર અથવા બાઇક ખરીદવા માગતા હો તો તમારા માટે એક સારા સમાચાર છે. લાંબા સમયથી મંદીમાંથી પસાર થઈ રહેલી ઓટો કંપનીઓ અત્યારે તેનાં ટૂ-વ્હીલર પ્રોડક્ટનું વેચાણ વધારવા અનેક ઓફર્સ લઇને આવી છે. વિશ્લેષકોના મતે, ઓટો ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા ઘણા સમયથી વેચાણનો આંકડો ઘટી રહ્યો છે. ત્યારે તેમના માટે ફેસ્ટિવલ સિઝન સફળ સાબિત થઈ શકે છે. તેથી, કંપનીઓ સામાન્ય લોકો માટે બાઇક-સ્કૂટર ખરીદવાની મોટી ડિસ્કાઉન્ટ ઓફર્સ લઇને આવી છે, જેમાં રિટેલ ફાઇનાન્સ સ્કીમ અપનાવવા પર અને પેમેન્ટ એપ પ્લેટફોર્મથી ચૂકવણી કરવા પર વિશેષ છૂટ પણ મળી રહી છે.
ફેસ્ટિવલ સીઝનમાં વર્ષનું એક તૃતિયાંશ ભગ જેટલું વેચાણ થાય છે
ઓટો ઈન્ડસ્ટ્રી માટે નવરાત્રીથી લઇને આવનારા 45 દિવસનો સમય મહત્ત્વનો હોય છે. આ સમય દરમિયાન વર્ષભરમાં વેચાનારા બાઇક-સ્કૂટરનું એક તૃતિયાંશ ભાગ જેટલું વેચાણ થઈ જાય છે.
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર
રિટેલ ફાઇનાન્સ સ્કીમના ઉપયોગ પર 11 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
પેટીએમ દ્વારા ચુકવણીના કિસ્સામાં 7 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.