એરપોર્ટમાં મુસાફરોનું અગાઉથી જ સ્ક્રીનિંગ કરવાની જરૃર હતી,સરકારે WHO ની એડ્વાઇઝરીને ગંભીરતાથી લીધી નહી- કોંગ્રેસ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૩૦ જાન્યુઆઆરીના જારી કરાયેલી એડ્વાઇઝરીને ગંભીરતાથી લઇને જે પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ દેશમાં આવે તેના મુસાફરોની એરપોર્ટ પર જ ચકાસણી-ટેસ્ટિંગ કરીને ક્વોરેન્ટાઇન કરાયા હોત તો કોરોના વાયરસને દેશમાં પ્રસરતો અટકાવી શકાત તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે.

રાહુલ ગાંધીએ ૧૨ ફેબુ્રઆરીએ સરકારનું ધ્યાન દોર્યું હતું અને અન્ય નિષ્ણાતો દ્વારા પણ તકેદારી રાખવા સૂચના અપાઇ હોવા છતાં સરકારે ગંભીરતાથી ના લેતા ધીરે ધીરે આપણા દેશમાં કોરોનોએ ભરડો લીધો છે તેમ જણાવતા ગુજરાત પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાએ ઉમેર્યું હતું કે, ‘આ કપરા સમયમાં ધંધા-રોજગાર બંધ છે ત્યારે ગુજરાત સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને એપ્રિલ મહિનાનો અનાજ પુરવઠો નિઃશુલ્ક આપે. રેશન કાર્ડ નથી તેમની પણ ચિંતા કરીને સરકાર દ્વારા અનાજ પુરવઠો આપવામાં આવે. આવશ્યક સેવાના કર્મીઓને એક મહિનાના કર્મચારીઓને એક મહિનાનો પગાર આપવા ઉપરાંત તેમની સેવાને બિરાદવી પ્રોત્સાહિત કરવામાં આવે.

અમદાવાદમાં મેડિકલ ફેસિલિટી મળી રહે માટે મેડીસીટીની જાહેરાત કરવી જોઇએ. જેમાં વધુ સંખ્યામાં દર્દીઓને લાભ અપાય. હાલ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી બંધ છે. આ સ્થિતિમાં તમામ મોટી ખાનગી-સરકારી-સીએચસી-પીએચસીમાં રોજ કેટલા ઓપરેશન-સર્જરી કે પ્રસુતીના કેસ થયા તેનું પણ મુખ્યમંત્રી દ્વારા નિયમિત મોનિટરિંગ થવું જોઇએ. સરકારને વિનંતી છે કે આવા કપરા સંજોગોમાં ૬ કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો તેવા મોટા આંકડાની માયાજાળ રચવાને બદલે નક્કર પગલા લેવામાં આવે. સરકાર દ્વારા ખેડૂતોના પાકો તાકીદે ખરીદવાની વ્યવસ્થા કરવામાં આવે તે પણ જરૃરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.