લોકડાઉનથી પરેશાન ચાર લાખ મહિલાઓના જનધન ખાતામાં 500 રૂપિયા જમા

કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં ૨૪મી માર્ચે લોકડાઉન જાહેર કર્યું હતું જેને પગલે હજારો મજૂરો રોજગારી વગરના થઇ ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે જે ગરીબ મહિલાઓનું જનધન ખાતુ હોય તેવી આશરે ચાર કરોડ મહિલાઓના ખાતામાં ૫૦૦ રૂપિયા જમા કર્યા હતા.

ગ્રામિણ વિકાસ મંત્રાલયે આ અંગેની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના જાહેર કરવામાં આવે છે જે અંતર્ગત ગરીબ મહિલાઓના ખાતામાં સીધા ૫૦૦ રૂપિયા જમા કરવામાં આવશે અને તેની શરૂઆત પહેલી એપ્રીલથી કરવામાં આવશે.

એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ગ્રામીણ વિકાસ મંત્રાલયે એપ્રીલ ૨૦૨૦ માટે આશરે ૫૦૦ રૂપિયા પ્રતિ મહિલા જાહેર કર્યા છે. અને ચાર કરોડ મહિલાઓના ખાતામાં તે જમા કરવામાં આવશે. જેમના ખાતામાં આ પૈસા જમા કરવામાં આવ્યા છે તેને બધા જ લોકો એક સાથે નહીં ઉપાડી શકે, આ માટે ખાતાના અંતીમ આંકડાને ધ્યાનમાં રાખીને ઉપાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકો ભીડ ના કરે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તો લોકડાઉનનું યોગ્ય પાગન પણ કરાવી શકાય તેમ સરકારે જણાવ્યું હતું

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.